શોધખોળ કરો
Advertisement
ટ્વિટર, ફેસબુક- ઈન્સ્ટાગ્રામે ટ્રંપનો જૉર્જ ફ્લૉયડને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો હટાવ્યો, જાણો શું છે સમગ્ર મામલો
ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ડોનાલ્ડ ટ્રંપના જે કેમ્પેઈન વીડિયોને હટાવ્યો છે, તે પ્રોટેસ્ટ માર્ચની તસવીરો અને ક્લિપ્સને ભેગી કરીને બનાવ્યો હતો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં અમેરિકી રાષ્ટ્રપતિનો સંદેશ પણ સામેલ હતો.
વૉશિંગટન: ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો જૉર્જ ફ્લૉયડને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો ડિસેબલ કરી દીધો છે. ટ્રંપની કેમ્પેઈન ટીમે પોલીસ કસ્ટડીમાં માર્યા ગયેલા અશ્વેત અફ્રીકન- અમેરિકન નાગરિક જૉર્જ ફ્લૉયડને શ્રદ્ધાંજલિ આપતો 3 જૂનનો 3.40 મિનિટનો એક વીડિયો ટ્વિટ કર્યું હતો.
ટ્વિટરે વીડિયોને કોપીરાઈટ પોલિસીનું ઉલ્લંઘન ગણાવી તેને ડિસેબલ કરી દીધો છે. ટ્વિટર બાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે પણ ટ્રંપના વીડિયોને કોપીરાઈટ પોલિસીનું ઉલ્લંઘન માનીને હટાવી દીધો છે.
ટ્રંપે ટ્વિટર પર સાધ્યું નિશાન
ટ્રંપે આ અંગે ટ્વિટર પર એક અહેવાલને રિ-ટ્વીટ કરીને લખ્યું કે, “પ્રદર્શનકારીઓને સહાનુભૂતિ દર્શાવતો અમેરિકી રાષ્ટ્રપતિનો એક કેમ્પેઈન વીડિયો ટ્વિટરે ડિસેબલ કરી દીધો છે. આ લોકો આકરી મહેનતથી કટ્ટરપંથી વામ ડેમોક્રેટ તરફથી લડાઈ લડી રહ્યાં છે. એકતરફી લડાઈ છે. તે ગેરકાનૂની છે. સેક્શન 230”
ટ્વિટરના સીઓ જેક ડોર્સીએ આ મામલે જવાબ આપતા ટ્વિટ કર્યું કે, “આ સાચુ નથી અને ના તો ગેરકાનૂની છે. આ વીડિયો એટલા માટે હટાવવામાં આવ્યો છે કે, તેને લઈને કોપીરાઈટ ફરિયાદ મળી હતી.”
ઉલ્લેખનીય છે કે, ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે ડોનાલ્ડ ટ્રંપના જે કેમ્પેઈન વીડિયોને હટાવ્યો છે, તે પ્રોટેસ્ટ માર્ચની તસવીરો અને ક્લિપ્સને ભેગી કરીને બનાવ્યો હતો. વીડિયોના બેકગ્રાઉન્ડમાં અમેરિકી રાષ્ટ્રપતિનો સંદેશ પણ સામેલ હતો. હાલમાં ટ્રંપનો આ વીડિયો યૂ-ટ્યૂબ પર છે.
અમેરિકી નાગરિક અધિકારો માટે લડનાર અનેક સંગઠનોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર ગુરુવારે કેસ દાખલ કર્યો છે. વાસ્તવમાં, વ્હાઈટ હાઉસ સામે પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ પર સુરક્ષાદળોએ ટિયર ગેસના ગોળા સ્મોક બમ છોડ્યા હતા. જેના બાદ ટ્રંપન ખૂબ આલોચના થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement