ઈમરાન ખાન બાદ હવે બ્રિટનના PM બોરીસ જોન્સન અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે, જાણો પાર્ટીગેટ વિવાદ
વિવાદોમાં ઘેરાયેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન પાર્ટીગેટ (Partygate Scandal) મામલે આજે સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે.
Boris Johnson to face No Confidence Motion: વિવાદોમાં ઘેરાયેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોન્સન પાર્ટીગેટ (Partygate Scandal) મામલે આજે સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. બોરીસ જોન્સનની સત્તારુઢ કંઝરવેટિવ પાર્ટીની એક સમિતિના અધ્યક્ષે આ વિશે જાહેરાત કરી છે. પાર્ટીગેટ મામલે જોડાયેલી નવી જાણકારીઓ સામે આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આમ બોરીસ જોન્સનની કંઝરવેટિવ પાર્ટી અંદર જ ચાલી રહેલા વિવાદને લઈ તેમની અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.
શું હતો મામલોઃ
બ્રિટનમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ એટલે કે ડાઉનિંગ સ્ટ્રીટ પર જૂન 2020માં એક બર્થ-ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું હતું છતાં પણ આ જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન કોરોના સંક્રમણને રોકવા માટે લાગુ કરાયેલા નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું હોવાના આરોપ લાગ્યા હતા. આ આરોપો હેઠળ 40થી વધુ સાંસદોએ પ્રધાનમંત્રી બોરીસ જોન્સન પાસે રાજીનામું આપવાની માંગ કરી હતી. આ મામલો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. આ જન્મદિવસની પાર્ટી અંગે વિવાદ થતાં સિવિલ સર્વન્ટ સૂ ગ્રેના નેતૃત્વમાં તપાસ પણ કરવામાં આવી હતી પરંતુ તપાસની નિષ્ફળતા પર સવાલ પણ ઉઠ્યા હતા.
આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર થશે મતદાનઃ
અવિશ્વાસ પ્રસ્તાવ સંબંધી પત્રોના પ્રભારી સર ગ્રાહમ બ્રેડીએ જણાવ્યું કે, "54 સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવ માટે માંગ કરી છે અને આ પ્રસ્તાવ આજે હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરવામાં આવશે. સત્તારુઢ કંઝરવેટીવ પાર્ટીની અંદર છેલ્લા ઘણા અઠવાડીયાથી ચાલી રહેલા વિવાદ બાદ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. આ સાંસદાઓ બર્થ ડે પાર્ટીમાં થયેલા કોરોના નિયમોના ઉલંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ માટે જરુરી 15 ટકા વોટ સંસદીય દળે મેળવી લીધા છે."
શું બોરીસ જોન્સનની ખુરશી જશે?
આ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે જેમાં વિશ્લેષકોનું માનવું છે કે, પ્રધાનમંત્રી બોરીસ જોન્સની જીત થવાની સંભાવના છે. પરંતુ આ અવિશ્વાસ પ્રસ્તાવ બોરીસ જોન્સનના નેતૃત્વને ઝટકો જરુર આપશે. પાર્ટીના નેતા અને પ્રધાનમંત્રી પદથી જોનસનને હટાવવા માટે વિદ્રોહી સાંસદોને 180 મતની જરુર પડશે. કંઝરવેટીવ પાર્ટીના હાલના નિયમ અનુસાર જો જોનસ્ન જીતી જશે તો આવનારા 12 મહિના સુધી તેમને અન્ય કોઈ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો નહી કરવો પડે.