શોધખોળ કરો

Liz Truss: માત્ર 44 દિવસ PM રહ્યાં બાદ હવે મળશે લિઝ ટ્રસને દર વર્ષે આટલું પેન્શન

Liz Truss Resigns: બ્રિટનના PM લિઝ ટ્ર્સે રાજીનામુ આપી દીધું છે. જો કે તેના 44 દિવસના કાર્યકાળ બાદ હવે તેને દર વર્ષે 1 કરોડનું પેન્શન મળશે

UK Political Crisis: બ્રિટનના PM લિઝ ટ્ર્સે રાજીનામુ આપી દીધું છે. જો કે તેના 44 દિવસના કાર્યકાળ બાદ હવે તેને દર વર્ષે 1 કરોડનું પેન્શન મળશે

 બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રુસે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. પીએમ બન્યાના 44 દિવસ બાદ જ તેમણે પદ છોડી દીધું હતું. બ્રિટન આ દિવસોમાં આર્થિક અને રાજકીય સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ટ્રસના પક્ષના નેતાઓ તેમની વિરુદ્ધ થઈ ગયા હતા. આ પછી તેમણે રાજકીય દબાણ વધતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જો કે, જ્યાં સુધી તે નવા પીએમ ન બને ત્યાં સુધી તે આ પદ સંભાળશે. ટ્રસ હવે ભલે બ્રિટનના પીએમ નહીં રહે, પરંતુ માત્ર 44 દિવસના કાર્યકાળ બાદ તેમને આ પદને કારણે જીવનભર પેન્શન મળશે. તેમને દર વર્ષે 1 કરોડ રૂપિયાથી વધુનું પેન્શન મળશે.

લિઝ ટ્રસ યુકેના સૌથી ઓછા સમય માટે સેવા આપનાર વડા પ્રધાન બન્યા છે. તેમણે આ જવાબદારી માત્ર 44 દિવસ સુધી સંભાળી હતી. આ પછી પણ યુકે સરકાર તરફથી દર વર્ષે £115,000 એટલે કે લગભગ 1 કરોડ 6 લાખ 92 હજાર 807 રૂપિયાનું પેન્શન મળશે. વાસ્તવમાં, યુકેના કાયદા અનુસાર, ભૂતપૂર્વ વડા પ્રધાન વાર્ષિક £115,000 સુધી મેળવી શકે છે. આ પૈસાથી તેઓ પોતાના કર્મચારીઓ, ઓફિસ અને અન્ય ખર્ચાઓ ઉપાડી શકશે. પરંતુ આ નાણાં સત્તાવાર કામ અને જાહેર ફરજો માટે ઉપલબ્ધ છે.

ઋષિ સુનક ફરી ચર્ચામાં

બ્રિટનમાં ફરી એકવાર વડાપ્રધાન પદ માટે ચૂંટણી યોજાવાની છે. લિઝ ટ્રસના રાજીનામા બાદ અહીં રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે. જો કે તેનો સીધો ફાયદો ભારતીય મૂળના ઋષિ સુનકને થતો જણાય છે. હાલમાં તે આ રેસમાં સૌથી આગળ છે. તેમના સિવાય બોરિસ જોનસન અને કેબિનેટના વરિષ્ઠ સભ્ય પેની મોર્ડાઉન્ટ પણ આ રેસમાં છે.

લિઝ ટ્રસના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. ઋષિ સુનક પીએમ બને તેવી શક્યતા પ્રબળ બની છે. જો આમ થશે તો તે પહેલીવાર બનશે કે ભારતીય મૂળનો બ્રિટનનો વડાપ્રધાન બનશે. બ્રિટનના બોરિસ જોન્સનના રાજીનામા બાદ બ્રિટનના પીએમ પદની રેસમાં લિઝ ટ્રસ સાથે રિશી સુનક પણ સામેલ હતા. પરંતુ ટોરી નેતૃત્વ માટેની લડાઈમાં તે લિઝ ટ્રસ સામે હારી ગયી

લિઝ ટ્રુસે ગુરુવારે (20 ઓક્ટોબર) વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રાજકીય સંકટ વધી ગયું છે. દેશે ફરીથી પોતાનો વડાપ્રધાન પસંદ કરવાનો છે. લિઝના રાજીનામા બાદ સવાલો ઉઠવા લાગ્યા છે કે બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ બનશે. પીએમ પદની રેસમાં ઘણા નામો છે, પરંતુ જે બે નામો આગળ ચાલી રહ્યા છે તે છે ભારતીય મૂળના ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન છે.

100 કન્ઝર્વેટિવ નેતાઓનું સમર્થન

સૌથી મોટી વાત એ છે કે સુનકે નોમિનેશન પ્રક્રિયાની રેસ જીતી લીધી છે. તેમને નોમિનેશન માટે જરૂરી 100 કન્ઝર્વેટિવ નેતાઓનું સમર્થન મળ્યું છે. 24 ઓક્ટોબર નોમિનેશનનો છેલ્લો દિવસ છે. લિઝના રાજીનામા બાદ સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીએ એક સપ્તાહની અંદર યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન તરીકે શપથ લેવા પડશે. સ્વાભાવિક છે કે, પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નેતાની પસંદગીની પ્રક્રિયા ઝડપી કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
Embed widget