Indian Nationals Ukraine: 'ભારતના નાગરિકો જલદી યુક્રેન છોડી દે', ઇન્ડિયન એમ્બેસીએ જાહેર કરી એડવાઇઝરી
યુક્રેનમાં ભયાનક યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે.
Embassy of India in Ukraine Advisory: યુક્રેનમાં ભયાનક યુદ્ધની સ્થિતિ અને તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જાહેર કરી છે. બુધવારે (19 ઓક્ટોબર) યુક્રેનના ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે ભારતના નાગરિકોને યુક્રેન ન જવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે યુક્રેનમાં હાજર વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને વહેલી તકે યુક્રેન છોડવાની સલાહ આપી છે.
"Leave Ukraine at the earliest..." Indian embassy warns
— ANI Digital (@ani_digital) October 19, 2022
Read @ANI Story | https://t.co/35nnhsf899#RussiaUkraineWar #RussiaUkraineConflict #Indianembassyukraine pic.twitter.com/L5u52DOtx1
બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના ચાર પ્રદેશોમાં માર્શલ લોની જાહેરાત કરી હતી. આ વિસ્તારો લુહાન્સ્ક, ડોનેટ્સ્ક, ઝાપોરિજ્જિયા અને ખેરસોન છે, જે ગેરકાયદેસર રીતે રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. માર્શલ લોની ઘોષણા પછી રશિયાના તમામ પ્રદેશોના વડાઓને વધારાની કટોકટીની સત્તાઓ મળી છે.
Advisory for Indian Nationals@MEAIndia @DDNewslive @DDNational @PIB_India @IndianDiplomacy pic.twitter.com/bu4IIY1JNt
— India in Ukraine (@IndiainUkraine) October 19, 2022
વ્લાદિમીર પુતિને શું કહ્યું?
વ્લાદિમીર પુતિને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક દરમિયાન જણાવ્યું હતું કે મેં રશિયન ફેડરેશનના આ ચાર વિષયોમાં માર્શલ લો લાગુ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે પછી ક્રેમલિને એક હુકમનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં જણાવ્યું હતું કે ગુરુવારની શરૂઆતથી પ્રદેશોમાં માર્શલ લો લાગુ કરવામાં આવશે.
યુક્રેન પર હુમલા વધી રહ્યા છે
તાજેતરમાં રશિયા તરફથી યુક્રેન પર હુમલા પણ વધારી દેવામાં આવ્યા છે. સોમવારે (17 ઓક્ટોબર) જ યુક્રેનના ઘણા શહેરો પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. યુક્રેને કહ્યું હતું કે ડ્રોન હુમલામાં છ લોકોના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 10 ઓક્ટોબરે રશિયા તરફથી યુક્રેનમાં લગભગ 84 મિસાઈલો છોડવામાં આવી હતી. આ હુમલામાં 19 લોકોના મોત થયા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) કહ્યું કે, રશિયાએ ગત સપ્તાહમાં યુક્રેનના 30 ટકા પાવર સ્ટેશનનો તબાહ કર્યો છે.ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, રશિયન સેનાએ ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને યુક્રેનના ત્રીજા ભાગનાં પાવર સ્ટેશનનો નાશ કર્યો હતો. સોમવારે (17 ઓક્ટોબર) રશિયાએ કિવ અને સુમીમાં ડ્રોન હુમલા કર્યા હતા, યુક્રેને જણાવ્યું હતું કે, આ હુમલાઓમાં 6 લોકો માર્યા ગયા હતા. જેમાં એક ગર્ભવતી મહિલા પણ હતી. ડ્રોન હુમલામાં યુક્રેનની ઘણી ઈમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ હતી.