શોધખોળ કરો

શું યુદ્ધ થશે સમાપ્ત? ઝેલેંસ્કી પુતિન સાથે વાત કરવા તૈયાર,પરંતુ આ કારણે આપી દીધી ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી

રશિયા-યુક્રેન વચ્ચે 25 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધને લઈને અનેક રાઉન્ડની વાતચીત થઈ છતા કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે 25 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે નવો વળાંક આવ્યો છે. બંને દેશો વચ્ચે યુદ્ધને લઈને અનેક રાઉન્ડની વાતચીત થઈ છતા કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. હવે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ મોટું નિવેદન આપ્યું છે. આ અંગે યુક્રેનની મીડિયા સંસ્થા 'ધ કિવ ઈન્ડિપેન્ડન્ટ' અનુસાર, ઝેલેંસ્કીએ કહ્યું છે કે હું વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છું, પરંતુ જો આ વાતચીત નિષ્ફળ જશે તો તેનો અર્થ ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નિકળે. આ અગાઉ, સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય (OHCHR) એ યુદ્ધ વિશે ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે. સંગઠને કહ્યું છે કે યુક્રેનમાં રવિવારની મધ્યરાત્રિ (સ્થાનિક સમય) સુધીમાં ઓછામાં ઓછા 902 નાગરિકોના મોત થયા છે. રશિયન હુમલામાં 1459 લોકો ઘાયલ થયા છે.

રશિયન સૈનિકોએ મારિયુપોલમાં તબાહી મચાવી

રવિવારે રશિયન સેનાએ યુક્રેનના મારીયુપોલ વિસ્તારમાં ભારે તબાહી મચાવી હતી. રશિયાએ મારીયુપોલને ચારે બાજુથી ઘેરી લીધું છે. મારીયુપોલ યુક્રેનનું બંદરગાહ છે અને હાલમાં યુક્રેનનો તે વિસ્તાર છે જે યુદ્ધથી સૌથી વધુ પ્રભાવિત છે. ભીષણ યુદ્ધ વચ્ચે અહીંનો મોટો સ્ટીલ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક સત્તાવાળાઓએ રશિયન હુમલાનો સામનો કરવા માટે પશ્ચિમી દેશો પાસેથી વધુ મદદ માંગી છે.

રશિયન સૈનિકો મારિયુપોલના નાગરિકો સાથે કરી રહ્યા છે બળજબરી

યુક્રેનના માનવાધિકાર લોકપાલ લુડમિલા ડેનિસોવાએ રશિયન સૈન્ય પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે રશિયન સેના યુક્રેનના નાગરિકોને બળજબરીથી રશિયા લઈ જઈ રહી છે. તેમણે કહ્યું કે મારિયુપોલમાં બંધક બનાવવામાં આવેલા નાગરિકોને કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ કેમ્પમાં જ્યાં યુક્રેનિયન નાગરિકોના ફોન અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. કેમ્પમાંથી તેમને રશિયાના આર્થિક રીતે નબળા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે.

યુક્રેનિયન શહેરો પર હવાઈ હુમલાની ચેતવણી

રશિયા યુક્રેનના 18થી વધુ શહેરો પર હવાઈ હુમલા કરવા માટે તૈયાર છે. આ હાઈ એલર્ટ શહેરોમાં હવાઈ હુમલાને લઈને સતત સાયરન વાગી રહ્યા છે. રશિયા યુક્રેનના સુમી, ટેર્નોપીલ, પોલ્ટાવા, ખાર્કીવ, ઝપોરિઝિયા, કિવ, લેવિલ જેવા શહેરો પર મિસાઈલથી હુમલો કરી શકે છે.

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget