શોધખોળ કરો

UN પ્રમુખે પાકિસ્તાનમાં CAA પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- નવા કાયદાથી મુસલમાનો નાગરિકતા ગુમાવશે

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસ પર આવેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધો કાયદા પર ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમએ એ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખ બન્યા બાદ એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાન પ્રવાસ પર પ્રથમ વખત પહોંચ્યા હતા. અહીં તેમણે અફઘાન શરણાર્થિઓ પર આંતરરાષ્ટ્રીય સમ્મેલમાં હાજરી આપી. CAA પર પૂછવામાં આવેલ સવાલના જવાબમાં UN પ્રમુખે  આપ્યું નિવેદન એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને ભારતમાં નાગરિકતા સંબંધી નવા કાયદા વિશે પૂછવામાં આવ્યં. તેના જવાબમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું, ‘હું ચોક્કસ તેને લઈને ચિંતિત છું કારણ કે આ એવો વિષય છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર બિલકુલ સક્રિય છે.’ તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત ઘણી બધી સમસ્યાઓની સાથે નાગરિકતા સંબંધી સમસ્યાને લઈને સક્રિય છે. તેવી જ રીતે નાગરિકાત સંબંધીત કાયદો બનવાથી રાજ્યવિહીન થવાનો ખતરો વધી જાય છે. માટે જરૂરી છે કે જ્યારે નવો કાયદો બનાવવામાં આવે ત્યારે એ વાત સુનિશ્ચિત કરવામાં આવે કે રાજ્યવિહીનતાનું જોખમ ઉભું ન થાય. જો કોઈ ખુદને દસ્તાવેજના આધારે સંબંધિત દેશનો નાગરિક કહી રહ્યો છે તો એવું ન થવું જોઈએ કે તેને તેના મૂળભુત અધિકાર છીનવી લેવામાં આવે. કલમ 370 હટાવવા પર પણ આપી પ્રતિક્રિયા સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે. માટે જરૂરી છે કે કાશ્મીર પર રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવે. આ પહેલા રવિવારે ઇસ્લામાબાદમાં યૂએન પ્રમુખે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિથી તેઓ ચિંતિત છે અને કાશ્મીરની લાંબાગાળાની સમસ્યાને ખત્મ કરવા માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જોકે બાદમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રસ્તાવને ફગાવતા પાક અધિકૃત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ટોપ સ્ટોરી

Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ

વિડિઓઝ

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
INDvsWI: વેસ્ટ ઈન્ડિઝે તોડ્યો 43 વર્ષનો રેકોર્ડ, વનડે ક્રિકેટમાં રચ્યો નવો ઈતિહાસ 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
Plane Hijack: દુબઈ-તેલ અવીવ ફ્લાઈટ હાઈજેક થયાની આશંકા, પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યું
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
પોસ્ટ ઓફિસ ખાતામાં નોમિની માહિતી ખોટી હોય તો શું થશે? પૈસાનો દાવો કરતા પહેલા જાણો 7 મહત્વપૂર્ણ બાબતો
Embed widget