નેતન્યાહુએ અમેરિકાની 15-પોઇન્ટ વાળી 'બોર્ડ ઓફ પીસ પ્લાન' ને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી હમાસ હથિયારો નહીં સોંપે ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી પાછી નહીં હટે.
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના 15-પોઇન્ટ પીસ પ્લાનને નકારી કાઢ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇઝરાયલનો ઉદ્દેશ્ય હમાસને માત્ર નબળું પાડવાનો નહીં, પરંતુ તેને જડમૂળથી ખતમ કરવાનો છે.

- નેતન્યાહુએ અમેરિકી શાંતિ યોજના નકારી, હમાસને સંપૂર્ણ નાબૂદ કરશે.
- હમાસ નિઃશસ્ત્ર ન થાય ત્યાં સુધી ઇઝરાયલ સેના ગાઝામાં રહેશે.
- આ મુદ્દે અમેરિકા સાથે મંત્રણાઓ ચાલુ, મતભેદો પણ છે.
- ટ્રમ્પના દાવા છતાં ગાઝા પર ઇઝરાયલ હુમલા ચાલુ.
Netanyahu Gaza Peace Plan: ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિની 15-પોઇન્ટ વાળી 'બોર્ડ ઓફ પીસ પ્લાન' (શાંતિ યોજના) ને સાફ શબ્દોમાં નકારી કાઢી છે. ઇઝરાયલી મીડિયાના અહેવાલો મુજબ, નેતન્યાહુએ કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હમાસ પોતાના તમામ હથિયારો સંપૂર્ણપણે નહીં સોંપી દે, ત્યાં સુધી ઇઝરાયલી સેના ગાઝામાંથી એક પણ ડગલું પાછળ નહીં હટે.
પોતાનો ઈરાદો સ્પષ્ટ કરતા નેતન્યાહુએ જણાવ્યું કે, "ઇઝરાયલ હમાસને માત્ર નબળું પાડવા નથી માંગતું, પરંતુ તેને વાસ્તવિક અને સંપૂર્ણ રીતે તોડી પાડવા માંગે છે. માત્ર સંગઠનને નબળું પાડવાથી કોઈ જ ફાયદો થવાનો નથી."
અમેરિકા સાથે વાટાઘાટોનો દોર ચાલુ
આ કડક વલણ વચ્ચે પણ ઇઝરાયલી વડાપ્રધાને સ્વીકાર્યું કે આ મુદ્દે અમેરિકા સાથે મંત્રણાઓ હજુ ચાલી રહી છે. ઇઝરાયલ ટ્રમ્પ વહીવટીતંત્રની કેટલીક યોજનાઓ સાથે સહમત છે, જ્યારે અમુક મુદ્દાઓ પર તેમનો સ્પષ્ટ વિરોધ પણ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે જ અમેરિકાના નેતૃત્વ હેઠળના પીસ બોર્ડના ડિરેક્ટર નિકોલે મ્લાડેનોવ અને નેતન્યાહુ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, આ બેઠક બાદ બોર્ડે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે હમાસના શસ્ત્રો સંપૂર્ણપણે જપ્ત થયા પછી જ ઇઝરાયલી દળો ગાઝા પટ્ટીમાંથી પીછેહઠ કરશે.
ટ્રમ્પના દાવા અને ગ્રાઉન્ડ રિયાલિટી
બીજી તરફ, ગયા મહિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાના પોતાના આ પ્લાનમાં મોટી સફળતા મળી હોવાનો દાવો કર્યો હતો. તેમનું કહેવું હતું કે ગયા વર્ષે જ ઇઝરાયલ અને હમાસ વચ્ચે આ યોજના પર સંમતિ સધાઈ ગઈ હતી, જેની શરૂઆત યુદ્ધવિરામથી થવાની હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગયા ઓક્ટોબરથી યુદ્ધવિરામ લાગુ હોવાની વાતો વચ્ચે પણ ઇઝરાયલે ગાઝા પર પોતાના હુમલાઓ સતત ચાલુ જ રાખ્યા છે.
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે હમાસ પોતાના શસ્ત્રો છોડવા માટે રાજી થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે, 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલ પર ઘાતક હુમલો કરીને આ ભયાનક યુદ્ધની શરૂઆત કરતા પહેલા, હમાસે લગભગ બે દાયકા સુધી ગાઝા પર પોતાનું શાસન ચલાવ્યું હતું.
આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
શું છે આ ઐતિહાસિક વિવાદનું મૂળ?
અસલમાં, ઇઝરાયલ અને ગાઝા વચ્ચેનો આ દાયકાઓ જૂનો સંઘર્ષ મુખ્યત્વે જમીનના અધિકારો, સાર્વભૌમત્વ અને સુરક્ષાની આસપાસ ઘૂમે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો, વર્ષ 1948 માં જ્યારે ઇઝરાયલની સ્થાપના થઈ, ત્યારે અંદાજે 700,000 પેલેસ્ટિનિયનો પોતાની જમીન પરથી વિસ્થાપિત થયા હતા. આમાંથી મોટાભાગના લોકોએ શરણાર્થી તરીકે ગાઝા પટ્ટીમાં આશરો લીધો હતો અને ત્યારથી તેઓ ત્યાં જ કાયમી ધોરણે સ્થાયી થયા છે.
આ પણ વાંચોઃ ‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Frequently Asked Questions
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકી શાંતિ યોજના વિશે શું કહ્યું?
ઇઝરાયલ હમાસ અંગે શું લક્ષ્ય ધરાવે છે?
નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયલ હમાસને માત્ર નબળું પાડવા નથી માંગતું, પરંતુ તેને વાસ્તવિક અને સંપૂર્ણ રીતે તોડી પાડવા માંગે છે. માત્ર સંગઠનને નબળું પાડવાથી કોઈ ફાયદો થશે નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ યોજનાના દાવા અને ગાઝાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે શું તફાવત છે?
ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાના પ્લાનમાં સફળતાનો દાવો કર્યો હતો અને હમાસના શસ્ત્રો છોડવા રાજી હોવાનું કહ્યું હતું. જોકે, વાસ્તવિકતા એ છે કે યુદ્ધવિરામ લાગુ હોવા છતાં ઇઝરાયલે ગાઝા પર હુમલાઓ ચાલુ રાખ્યા છે.
ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના સંઘર્ષનું મૂળ કારણ શું છે?
આ દાયકાઓ જૂનો સંઘર્ષ મુખ્યત્વે જમીનના અધિકારો, સાર્વભૌમત્વ અને સુરક્ષાની આસપાસ છે. 1948માં ઇઝરાયલની સ્થાપના વખતે હજારો પેલેસ્ટિનિયનો વિસ્થાપિત થઈ ગાઝામાં શરણાર્થી બન્યા હતા.






















