શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રએ આપ્યો ઝટકો, UNએ શિમલા કરારની યાદ અપાવી
દુજારિકે કહ્યું કે મહાસચિવે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય સંબંધો પર 1972માં થયેલા શિમલા કરાર પ્રમાણે જમ્મુ કાશ્મીરને મુદ્દાને ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર પ્રમાણે શાંતિપૂર્ણ કરવામાં આવે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવા પર પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને આ મામલે હસ્તક્ષેપ કરવાની ગુહાર લગાવી હતી. પરંતુ યૂએન તરફથી પણ આ પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એતોનિયો ગુતારેસે ભારત અને પાકિસ્તાનને શાંતી જાળવવા કહ્યું છે. તેઓએ શિમલા કરારનો ઉલ્લેખ કરતા આ મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાને નકારી દીધી છે. ગુતારેસનું આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે ભારત સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા સંવિધાનની કલમ 370ને સમાપ્ત કરી દીધી છે.
પાકિસ્તાને ભારતના આ નિર્ણયને એકપક્ષીય અને ગેરકાયદે ગણાવતા કહ્યું કે તે આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ જશે. ગુતારેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું કે મહાસચિવ જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને શાંતિ રાખવાની માંગ કરી છે.
દુજારિકે વધુમાં કહ્યું કે મહાસચિવે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય સંબંધો પર 1972માં થયેલા શિમલા કરાર પ્રમાણે જમ્મુ કાશ્મીરને મુદ્દાને ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર પ્રમાણે શાંતિપૂર્ણ કરવામાં આવે. ગુતારેસે એ પણ કહ્યું કે તમામ પક્ષોએ જમ્મુ કાશ્મીરની સ્થિતિ બગડે તેવા પગલા ઉઠાવવાથી બચવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion