શોધખોળ કરો

શું ભારતીય IT એન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પના નેતાઓએ રજૂ કર્યું ખતરનાક બિલ!

રિપબ્લિકન નેતાઓનો પ્રસ્તાવ: વિઝાની મર્યાદા ઘટશે, લઘુત્તમ પગાર $200,000 થશે અને પરિવારને સાથે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ. ભારતીય IT પ્રોફેશનલ્સની મુશ્કેલીઓ વધશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમેરિકામાં H-1B વિઝા પ્રોગ્રામ 3 વર્ષ માટે સ્થગિત કરવાની દરખાસ્ત.
  • વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડી, પગાર વધારી, પરિવાર સાથે આવવા પર પ્રતિબંધ.
  • ભારતીય IT પ્રોફેશનલ્સ અને ડોક્ટર્સ પર મોટી અસર પડશે.
  • કાયમી નિવાસ અને OPT પ્રોગ્રામ પર પણ પ્રતિબંધ મૂકવાની જોગવાઈ.

H-1B visa suspension 2026: જો તમે કે તમારા સ્વજનો અમેરિકા જઈને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ચિંતાજનક સમાચાર છે. અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો H-1B વિઝા પ્રોગ્રામ 3 વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા સહિતના અનેક આકરા નિયમો સૂચવવામાં આવ્યા છે. આ પ્રસ્તાવની સૌથી મોટી અને સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે.

એરિઝોનાના કોંગ્રેસમેન એલી ક્રેને અન્ય સાત રિપબ્લિકન નેતાઓના ટેકા સાથે "એન્ડ ધ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026" નામનું બિલ રજૂ કર્યું છે. આ બિલને ટેકો આપનારાઓમાં બ્રાયન બેબીન, બ્રાન્ડન ગિલ, વેસ્લી હન્ટ, કીથ સેલ્ફ, એન્ડી ઓગલ્સ, પોલ ગોસર અને ટોમ મેકક્લિન્ટોકનો સમાવેશ થાય છે. આ કાયદા નિર્માતાઓનો સીધો આરોપ છે કે અમેરિકન IT કંપનીઓ સસ્તા વિદેશી કામદારો મેળવવા માટે H-1B વિઝા પ્રોગ્રામનો મોટા પાયે દુરુપયોગ કરી રહી છે, જેનાથી સ્થાનિક અમેરિકનોને નોકરીઓથી વંચિત રહેવું પડે છે.

આ બિલમાં H-1B વિઝા સિસ્ટમમાં અત્યંત કડક સુધારાઓ સૂચવવામાં આવ્યા છે. હાલમાં દર વર્ષે અપાતા વિઝાની મર્યાદા 65,000 છે, જેને ઘટાડીને સીધી 25,000 કરવાની દરખાસ્ત છે. એટલું જ નહીં, H-1B વિઝા ધારકોનો લઘુત્તમ વાર્ષિક પગાર $200,000 નક્કી કરવાનો પ્રસ્તાવ છે, જે હાલના પગાર ધોરણો કરતા ઘણો ઊંચો છે. આ ઉપરાંત, એક મોટો ફટકો એ છે કે આ વિઝા પર અમેરિકા જતા લોકો પોતાના પરિવારજનો કે આશ્રિતોને હવે સાથે નહીં લઈ જઈ શકે.

ભારતના હજારો IT એન્જિનિયરો અને ડૉક્ટર્સ H-1B વિઝાનો સૌથી વધુ લાભ લે છે, તેથી તેમના માટે આ નવા નિયમો એક મોટો પડકાર બની શકે છે. નવા પ્રસ્તાવ મુજબ, હાલની વિઝા ફાળવણીની લોટરી સિસ્ટમ નાબૂદ કરીને પગાર-આધારિત પસંદગી પ્રણાલી લાગુ કરવામાં આવશે. નોકરી આપતી કંપનીઓએ પ્રમાણિત કરવું પડશે કે તેમને સ્થાનિક લાયક અમેરિકન કર્મચારીઓ મળ્યા નથી અને તેમણે કોઈ પણ જૂના કર્મચારીઓને છૂટા કર્યા નથી. સાથે જ, H-1B કામદારો માટે એકસાથે બહુવિધ નોકરીઓ કરવા પર અને થર્ડ-પાર્ટી ભરતી એજન્સીઓ દ્વારા નોકરી મેળવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ બિલ માત્ર વિઝા પૂરતું સીમિત નથી, પરંતુ તે વિદેશી કામદારોના અમેરિકામાં કાયમી વસવાટના રસ્તા પણ બંધ કરવા માંગે છે. ફેડરલ એજન્સીઓને આવા કામદારોને સ્પોન્સર કરવા પર રોક લગાવવામાં આવશે. આ ઉપરાંત, વિદેશી વિદ્યાર્થીઓને ભણતર પછી કામ કરવાની તક આપતા OPT પ્રોગ્રામને રદ કરવાનો પણ પ્રસ્તાવ છે. બિલમાં સ્પષ્ટ કરાયું છે કે H-1B વિઝા ધારકો ભવિષ્યમાં કાયમી નિવાસી (ગ્રીન કાર્ડ ધારક) બની શકશે નહીં અને તેમણે અમેરિકામાં અન્ય કોઈ વિઝા સ્ટેટસ મેળવતા પહેલા ફરજિયાતપણે એકવાર દેશ છોડવો પડશે.

Frequently Asked Questions

H-1B વિઝા પ્રોગ્રામમાં શું ફેરફાર સૂચવવામાં આવ્યા છે?

H-1B વિઝાની વાર્ષિક સંખ્યા 65,000 થી ઘટાડીને 25,000 કરવાનો, લઘુત્તમ વાર્ષિક પગાર $200,000 કરવાનો અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે.

આ નવા બિલનો મુખ્ય ઉદ્દેશ શું છે?

આ બિલનો મુખ્ય ઉદ્દેશ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાનો છે. રિપબ્લિકન નેતાઓનું માનવું છે કે H-1B વિઝાનો દુરુપયોગ થઈ રહ્યો છે.

આ બિલની ભારતીય IT પ્રોફેશનલ્સ પર શું અસર પડી શકે છે?

આ બિલ H-1B વિઝા પર અમેરિકા જનારા હજારો ભારતીય IT પ્રોફેશનલ્સ માટે મોટો પડકાર બની શકે છે, કારણ કે તેમાં અનેક કડક નિયમો સૂચવવામાં આવ્યા છે.

શું H-1B વિઝા ધારકો ભવિષ્યમાં અમેરિકામાં કાયમી નિવાસી બની શકશે?

ના, નવા પ્રસ્તાવ મુજબ H-1B વિઝા ધારકો ભવિષ્યમાં કાયમી નિવાસી (ગ્રીન કાર્ડ ધારક) બની શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget