શોધખોળ કરો

US Covid-19 National Emergency: કોવિડ ઇમરજન્સી ખત્મ કરનારા બિલ પર બાઇડને કર્યા હસ્તાક્ષર, લોકોને મળ્યો છૂટકારો

અમેરિકાની બાઇડન સરકારે આ વર્ષના શરૂઆતના મહિનામાં જ નેશનલ ઈમરજન્સીને ખત્મ જાહેરાત કરી હતી

US National Emergency: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સોમવારે (10 એપ્રિલ) કોવિડ-19 સંબંધિત નેશનલ હેલ્થ ઇમરજન્સીને સમાપ્ત કરવા માટે એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. હવે અમેરિકામાં કોરોના વાયરસ મહામારીને રોકવા માટેનો કાયદો સમાપ્ત થઈ ગયો છે.

અમેરિકાની બાઇડન સરકારે આ વર્ષના શરૂઆતના મહિનામાં જ નેશનલ ઈમરજન્સીને ખત્મ જાહેરાત કરી હતી. ન્યૂયોર્ક પોસ્ટની જાણકારી અનુસાર, રેપ પોલ ગૉસર દ્વારા તૈયાર કરાયેલ કાયદો ફેબ્રુઆરીમાં જ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.

ટ્રમ્પ સરકાર દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો

નવો કાયદો નેશનલ હેલ્થ ઇમરજન્સી અને પબ્લિક હેલ્થ ઇમરજન્સીને તત્કાળ ખત્મ કરે છે.  જેને ટ્રમ્પ સરકાર દરમિયાન પ્રથમ વખત લાગુ કરવામાં આવ્યો હતો. જો બાઇડનની આગેવાની હેઠળની સરકારમાં આ કાયદો ચાલુ રાખવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 13 માર્ચ, 2020 ના રોજ કોરોના વાયરસ પર પ્રથમ વખત નેશનલ ઇમરજન્સી જાહેર કરી હતી.

કોરોના સંબંધિત નેશનલ ઇમરજન્સી ત્રણ વર્ષથી વધુ સમય પછી સમાપ્ત થઈ ગઈ છે. કાયદાને નાબૂદ કરવા માટે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય પૉલ ગોસર દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી. આ કાયદાને નાબૂદ કરવાની તરફેણમાં 229 મત પડ્યા હતા, જ્યારે તેને ચાલુ રાખવાના પક્ષમાં 197 મત પડ્યા હતા. આ પછી તેને સેનેટમાં પણ પસાર કરવામાં આવ્યું હતું, જ્યાં તેને 68-23ના માર્જિનથી પસાર કરવામાં આવ્યું હતું.

સરકાર ખર્ચ ઉઠાવશે નહીં

આ નવી જાહેરાત પછી ફેડરલ ફાઇનાન્સને શહેરો અને રાજ્યોને પરીક્ષણ અને રસીકરણ કેન્દ્રો માટે મુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આનો અર્થ એ થયો કે સરકાર હવે કોઈપણ પ્રકારના ખર્ચનો બોજ ઉઠાવશે નહીં. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બાઇડેનના હસ્તાક્ષર બાદ વિદ્યાર્થીઓને લગતી ઈમિગ્રેશન પોલિસી અને લોન સ્કીમ પોલિસી પર શું અસર થશે.

વ્હાઇટ હાઉસે જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે ચીનના વુહાનમાં ઉદ્દભવેલા કોરોના વાયરસથી 1 મિલિયનથી વધુ અમેરિકનોના મોત થયા બાદ બાઇડને 11 મેના રોજ રાષ્ટ્રીય અને જાહેર આરોગ્ય કટોકટીનો અંત લાવશે.

Taliban: હવે શું ખાવા પર પ્રતિબંધ લગાવશે તાલિબાન? મહિલાઓને આ રેસ્ટોરન્ટમાં જવા પર લગાવ્યો પ્રતિબંધ

Taliban Ban On Women In Restaurants: અફઘાનિસ્તાનમાં છેલ્લા એક વર્ષથી તાલિબાન સત્તા પર છે. તાલિબાનના આવવાથી અફઘાનિસ્તાનમાં મહિલાઓની હાલત ખરાબ થઈ રહી છે. હવે તાલિબાન સરકારે સોમવારે (10 એપ્રિલ) અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં બગીચાઓ અથવા ખુલ્લા રેસ્ટોરન્ટ્સમાં પરિવારો અને મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

મૌલવીઓની ફરિયાદ બાદ તાલિબાન સરકારે આ નિર્ણય લીધો છે. મૌલવીઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે આવી જગ્યાઓ પર પુરુષો અને મહિલાઓની ભીડ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિજાબ ન પહેરવા અને પુરુષો અને સ્ત્રીઓના એક જ જગ્યાએ હોવાના કારણે પ્રતિબંધો લાદવામાં આવ્યો છે. અત્યાર સુધી પ્રતિબંધ ફક્ત હેરાત પ્રાંતમાં વધુ વૃક્ષો ધરાવતી રેસ્ટોરન્ટ્સને લાગુ પડે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget