શોધખોળ કરો

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો 440 વોલ્ટનો ઝટકો, આર્થિક મદદમાં અધધ 3100 કરોડ રૂપિયાનો મુક્યો કાપ

અમેરિકા પાકિસ્તાનને આ આર્થિક મદદ પાકિસ્તાન ઇનહેન્સ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ 2010 હેઠળ આપે છે.

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવા મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ તરફથી મળેલા ઝટકા વચ્ચે પાકિસ્તાનને વધુ એક ઝટકો લાગ્યો છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ એક ઝટકો આપ્યો છે. પાકિસ્તાની ન્યૂઝપેપર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના મતે અમેરિકાએ પાકિસ્તાનને આપનારી આર્થિક મદદમાં 440 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 3100 કરોડ રૂપિયાનો કાપ મુક્યો છે. અમેરિકા પાકિસ્તાનને આ આર્થિક મદદ પાકિસ્તાન  ઇનહેન્સ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ 2010 હેઠળ આપે છે. ઇમરાન ખાનની અમેરિકા પ્રવાસના ત્રણ સપ્તાહ અગાઉ આ વાતની જાણકારી પાકિસ્તાનને આપવામાં આવી હતી. રિપોર્ટના મતે પાકિસ્તાન ઇનહેન્સ પાર્ટનરશીપ એગ્રીમેન્ટ, કેરી લુગર બર્મન એક્ટને બનાવવી રાખવા માટે સપ્ટેમ્બર 2010માં સાઇન કર્યુ હતું. કેરી લુગર બર્મન એક્ટને અમેરિકન સંસદે ઓક્ટોબર 2009માં પાસ કર્યુ હતું. આ એક્ટ હેઠળ પાંચ વર્ષમાં અમેરિકા પાકિસ્તાનને 7.5 અબજ અમેરિકન ડોલરની આર્થિક મદદ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમેરિકા પાકિસ્તાનને 4.5 અબજ ડોલરની મદદ કરવાની હતી જે હવે ઘટીને 4.1 અબજ ડોલર પર આવી ગઇ છે. છેલ્લા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાની મિલિટ્રીને પાકિસ્તાનને આવનારી સહાયતામાં  300  મિલિયન ડોલરનો કાપ મુક્યો હતો. આ પાછળનું કારણ પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરી હોવાના કારણે કરાઇ હતી. અમેરિકન રાષ્ટ્રપતિ  ડોનાલ્ડ ટ્રમ્પ પર પાકિસ્તાનને આ અગાઉ ચેતવણી આપી હતી. આ સાથે પાકિસ્તાનને હક્કાની નેટવર્કને ખત્મ કરવામાં અસફળ રહેવા પર પેન્ટાગોને આર્થિક મદદમાં એક અબજ ડોલરનો ઘટાડો કર્યો હતો. નોંધનીય છે કે પાકિસ્તાન કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે. નવા વડાપ્રધાન ઇમરાન ખાન સામે સૌથી મોટો પડકાર પાકિસ્તાનને આ આર્થિક તંગીમાંથી  બહાર કાઢવાનો છે. ઇમરાન ખાન સરકારી ખર્ચામાં ઘટાડો કરવાના અનેક નિર્ણય લીધા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!

India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ
T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી

"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

Embed widget