શોધખોળ કરો
Advertisement
USના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને લીધી કોરોનાની રસી, લાઈવ પ્રસારણમાં લોકોને કરી આ અપીલ
વેક્સીન આપવા સમયે કરવામાં આવેલ લાઈવ પ્રસારણને કરોડો લોકોએ જોયું હતું.
અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેનને કોરોના વાયરસની વેક્સીન લગાવવામા આવી છે. જો બાઈડનને જ્યારે વેક્સીન લગાવવામા આવી ત્યારે તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. બાઈડેનને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને થોડા દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે.
વેક્સીન આપવા સમયે કરવામાં આવેલ લાઈવ પ્રસારણને કરોડો લોકોએ જોયું હતું. વેક્સીનને લઈ ઉઠી રહેલા સવાલ અને લોકોની શંકાને દૂર કરવા માટે બાઈડેન આ રીતે લાઈવ ટેલિકાસ્ટ કરીને કોરોનાની રસી લીધી હતી.
અનેક લોકો આ વેક્સીનને સુરક્ષીત માની રહ્યા નથી. જેના કારણે જો બાઈડેને આપવામાં આવેલ વેક્સીનનું લાઈન પ્રસારણ કરાયું હતું અને લોકોના સવાલ અને ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. વેક્સીન લેતા સમયે બાઈડેન ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા અને તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકોએ ખુબ મહેનત કરી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
હાલમાં વિશ્વમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા જ છે. એવામાં બાઈડેને અમિરાકના લોકોને અપીલ કરી કે બધા લોકો કોરોનાની રસી લે. અમિરાકમાં આગામી મહિના એટલે કે જાન્યુઆરીમાં કોરોના રસીને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. રસી લેતા પહેલા બાઇડેને કહ્યું હતું કે, મને રસી લેવાની કોઈ ઉતાવળ ન હતી, પરંતુ હું આમ કરીને દેશવાસીઓને વિશ્વાસ અપાવવા માગુ છું કે આ પૂરી રીતે સુરક્ષિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ટેકનોલોજી
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion