શોધખોળ કરો
Advertisement
US Elections Result: ટ્રંપ અને બાઈડેન વચ્ચે કાંટાની ટક્કર, બાઈડેન જીતથી 6 ઇલેક્ટોરલ વોટ દૂર
તાજા આંકડા અનુસાર 264 સીટો પર ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન જીતી ગયા છે અને 214 સીટો પર ડોનાલ્ડ ટ્રંપની જીત થઈ છે. મિશિગનમાં હજુ પણ વોટિંગ ચાલી રહ્યું છે અને અહીં પેચ હજુ પણ ફસાયેલો છે.
US Elections Result: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. પહેલા ટ્રમ્પ આગળ ચાલતા હતા પરંતુ હવે બાઇડેને લીડ લઇ લીધી છે અને 270ના બહુમતના આંકડા નજીક પહોંચી ગયા છે. 270 ના જાદુઈ આંકડાથી બાઈડેન 6 વોટ દૂર છે. હાલમાં તેઓ 6 વોટ વાળા નેવાડામાં આગળ ચાલી રહ્યાં છે. જો ત્યાં તેઓ જીતી જશે તો તેમની જીત પાક્કી છે. તાજા આંકડા અનુસાર 264 સીટો પર ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન જીતી ગયા છે અને 214 સીટો પર ડોનાલ્ડ ટ્રંપની જીત થઈ છે. મિશિગનમાં હજુ પણ વોટિંગ ચાલી રહ્યું છે અને અહીં પેચ હજુ પણ ફસાયેલો છે.
આ રાજ્યોમાં ટ્રમ્પ જીત્યા
ટ્રમ્પે ઈદાહો, લોવા, ફ્લોરિડા, સાઉથ ડકોટા, મિસૌરી, લુઈસિયાના, નેબ્રાસ્કા, નોર્થ ડકોટા, અરકાંસસ, અલબામા, મિસિસિપી, મોનટાના, ઓહિયો, ઓકલાહોમા, ટેનેસી, કેંટકી, વેસ્ટ વર્જીનીયા, વ્યોમિંગ, ટેક્સાસ, સાઉથ કેરોલિના, ઈન્ડિયાના, ઉતાહ અને વિયોમિંગમાં જીત મેળવી છે.
બાઇડેનની ક્યાં થઈ જીત
બાઇડેને વેસ્ટ વર્જિનિયા, વોશિંગ્ટન, કેલિફોર્નિયા, કોલોરોડા, ન્યૂ હેમ્પશાયર,ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા, ન્યૂયોર્ક, ન્યૂ મેક્સિકો, વર્મોંટ, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેરીલેંડ, મેસાચુસેટ્સ, ન્યૂજર્સી, ટેનેસી ઓરેગન, વિસ્કોન્સિન, રોડ આઈલેંડ, વરમોંટ, હવાઇ, મિશિગન, મિનેસોટા અને રોડ આઇલેંડમાં જીત મેળવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion