શોધખોળ કરો
Advertisement
આ યુવતીએ એક સાથે 17 બાળકોને જન્મ આપ્યો હોવાના ન્યુઝ થયા વાયરલ, જાણો શું છે હકીકત?
પોસ્ટમાં બતાવવામાં આવ્યું છે કે, કેથરીન બ્રિઝે એક સાથે સૌથી વધારે બાળકોને પેદા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક ગર્ભવતી મહિલાની ચોંકાવનારી કહાની ખૂબ વાયરલ થઈ રહી છે. કહાનીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકાની એક મહિલાએ 17 બાળકોને એક સાથે જન્મ આપ્યો છે. આ વાયરલ પોસ્ટમાં ત્રણ તસવીર છે અને એક કહાની પણ લખેલ છે. એક તસવીરમાં એક ગર્ભવતી મહિલા સેલ્ફી લેતી જોવા મળી રહી છે, જેનું પેટ અસામાન્ય દેખાઈ રહ્યું છે. બીજી તસવીરમાં કેટલાક નાના બાળકો જોવા મળી રહ્યા છે અને ત્રીજી તસવીરમાં બાળકોની સાથે એક વ્યક્તિ પણ છે.
પોસ્ટમાં બતાવવામાં આવ્યું છે કે, કેથરીન બ્રિઝે એક સાથે સૌથી વધારે બાળકોને પેદા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પોસ્ટ સાથે ફેસબુક યૂઝરે Women Daily Magazineના એક આર્ટિકલની લિંક પણ પોસ્ટ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ એક સામાન્ય ગર્ભવતી મહિલાની તસવીર હતી, જેની તસવીર સાથે છેડછાડ કરવામાં આવી. અસલમાં આ એક અફવાહ ‘Women news Daily Magazine(WNDR)’ નામની એક વેબસાઈટના આર્ટીકલથી ફેલાઈ હતી. આ આર્ટિકલનું શિર્ષક ‘Mother Gives Birth To 17 Babies At Once’ હતું. આર્ટિકલમાં સ્પષ્ટ એ વાતનો ઉલ્લેખ છે કે, આ કહાની કાલ્પનિક છે. જે ‘World News Daily Report’ના એક આર્ટિકલમાંથી લેવામાં આવી છે.
તસવીરને રિસર્ચ કરવાથી ખબર પડી છે કે, મહિલાની તસવીર ફોટોશોપ્ડ છે. અને આ તસવીર સાત વર્ષ જુની છે, જેમાં એક પુરૂષ બાળકો સાથે બેઠો છે. આ વ્યક્તિનું નામ Robert M Biter છે, જે અમેરિકામાં એક પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિશેષજ્ઞ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion