'પરમાણુ મિસાઈલ લઈને ઉડવાનું હતું પ્લેન', હવે ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને ટ્રમ્પનો નવો દાવો
US President Donald Trump તેમનો આ દાવો એવા સમયે પણ આવ્યો છે જ્યારે તેમણે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે

US President Donald Trump: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત થયાને ત્રણ મહિના વીતી ગયા છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ બંન્ને દેશન વચ્ચેનું યુદ્ધ તેમણે રોકાવ્યું હોવાનો દાવો કરી રહ્યા છે. દાવો એ છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ તેમના પ્રયાસોના કારણે શક્ય બન્યો હતો. ટ્રમ્પ ઘણી વાર કહી ચૂક્યા છે કે આ લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી.
જોકે, ભારતનું કહેવું છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશોના લશ્કરી વડાઓ (DGMO) વચ્ચે સીધા સંવાદ દ્વારા લેવામાં આવ્યો હતો. ગુરુવારે (14 ઓગસ્ટ, 2025) ટ્રમ્પે ફરીથી વ્હાઇટ હાઉસમાં પોતાના દાવાને દોહરાવ્યો હતો કે આ વિવાદ તેમના હસ્તક્ષેપને કારણે બંધ થયો છે.
VIDEO STORY | US President Donald Trump claims India, Pakistan were ready to go nuclear, says he solved conflict
— Press Trust of India (@PTI_News) August 15, 2025
WATCH: https://t.co/9JDqsYIbnh
Subscribe to PTI's YouTube channel for in-depth reports, exclusive interviews, and special visual stories that take you beyond the…
ટ્રમ્પે હવે શું કહ્યું?
તેમનો આ દાવો એવા સમયે પણ આવ્યો છે જ્યારે તેમણે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર વિમાનો એકબીજાને તોડી પાડી રહ્યા હતા. છ-સાત વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી તંગ હતી કે તેઓ કદાચ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા માટે તૈયાર હતા, પરંતુ અમે મામલો ઉકેલી લીધો હતો.
6 મહિનામાં 6 યુદ્ધોનો અંત કર્યો
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે છેલ્લા છ મહિનામાં તેમણે છ યુદ્ધોનો અંત કર્યો છે અને તેના પર તેમને ગર્વ છે. 10 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ત્યારથી તેમણે આ દાવો ઘણી વખત કર્યો હતો. ટ્રમ્પના મતે, તેમણે બંને પરમાણુ શક્તિઓને કહ્યું હતું કે જો તેઓ લડવાનું બંધ કરશે, તો અમેરિકા તેમની સાથે ઘણો વ્યવસાય કરશે.
પુતિન સાથે મહત્વપૂર્ણ મુલાકાત પહેલાનું નિવેદન
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ આજે 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા જઈ રહ્યા છે. આ મુલાકાતનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરવાનો કહેવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે મને લાગતું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવો સૌથી સરળ હશે પરંતુ તે સૌથી મુશ્કેલ બન્યું. જો હું રાષ્ટ્રપતિ ન હોત તો પુતિન આખા યુક્રેન પર કબજો કરી લેત. આ યુદ્ધ ન થવું જોઈતું હતું. ટ્રમ્પે વધુમાં કહ્યું કે વધુ મહત્વપૂર્ણ બેઠક તેમની બીજી બેઠક હશે જેમાં પુતિન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને તેઓ પોતે ભાગ લેશે.





















