અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષામાં મોટી ખામી, નો ફ્લાય ઝોનમાં ઘૂસ્યુ વિમાન
એક નાનું ખાનગી વિમાન શનિવારે રાષ્ટ્રપતિ જો બાઇડેનના ડેલાવેર વેકેશન હોમ નજીક નો-ફ્લાય ઝોનમાં આકસ્મિક રીતે ઘૂસી ગયું હતું,
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની સુરક્ષામાં મોટી ખામીના રિપોર્ટ આવ્યા છે. રેહોબોથ બીચ વિસ્તારમાં એક પ્લેન અચાનક નો-ફ્લાય ઝોનમાં ઘુસી ગયું હતું. આ જોઈને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને બાઇડેન અને તેની પત્નીને તરત જ સેફ હાઉસમાં લઇ જવાયા હતા. વ્હાઇટ હાઉસ અને સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે એક નાનું ખાનગી વિમાન શનિવારે રાષ્ટ્રપતિ જો બાઇડેનના ડેલાવેર વેકેશન હોમ નજીક નો-ફ્લાય ઝોનમાં આકસ્મિક રીતે ઘૂસી ગયું હતું, જેના કારણે રાષ્ટ્રપતિ અને તેમના પત્નીને સલામત સ્થળે લઇ જવાયા હતા.
US Prez Biden was rushed to a safe house in Rehoboth Beach, Delaware when a plane violated the airspace above vacation home he owns in the small seaside town: White House
— ANI (@ANI) June 4, 2022
Precautionary measures were taken. There was no threat to the President or his family: WH pic.twitter.com/Ty9PWkt1QF
વ્હાઇટ હાઉસે કહ્યું હતુ કે બાઇડેન અથવા તેમના પરિવારને કોઈ ખતરો નથી. બાઇડેન અને તેમના પત્ની જીલ તેમના રેહોબોથ બીચ ઘરે પરત ફર્યા છે. સિક્રેટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન ભૂલથી નો-ફ્લાય ઝોનમાં ઘૂસી ગયું હતું. તેને તરત જ બહાર કરી દેવાયુ હતું. એજન્સીએ કહ્યું કે તે હવે તે પાયલટની પૂછપરછ કરી રહી છે.
વિમાન ગાઇડલાઇનનું પાલન કરી રહ્યુ નહોતું
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિમાન યોગ્ય રેડિયો ચેનલ પર ન હતું અને ફ્લાઇટ માર્ગદર્શિકાનું પાલન કરતું ન હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ અઠવાડિયાની શરૂઆતમાં બાઇડેનની રેહોબોથ બીચની મુલાકાત પહેલાં વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કર્યો હતો. તે 30 માઈલ સુધીના વિસ્તારને આવરી લે છે. ફેડરલ નિયમો અનુસાર, પાયલટોએ ટેક ઓફ કરતા પહેલા તેમના રૂટ પર નો-ફ્લાય ઝોનની તપાસ કરવી જરૂરી છે.
ખોટું જણાય તો સજા થાય છે
નિયમોનો ભંગ કરનારને યુએસ મિલિટરી જેટ અને કોસ્ટ ગાર્ડના એરફિલ્ડ પર લઈ જવામાં આવે છે જ્યાં ક્રૂની પૂછપરછ કરાય છે અને સંભવિત સજા અથવા દંડ ફટકારાય છે.
સીબીએસ ન્યૂઝના પત્રકારે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેણે બાઇડેનને રેહોબોથ બીચ ફાયર સ્ટેશન પર બાઇક ચલાવતા જોયા હતા. જોકે, આ વખતે રાષ્ટ્રપતિ સાથે પ્રવાસ કરી રહેલા પત્રકારોનું જૂથ રજાના દિવસોમાં તેમની સાથે નથી.