US Travel Advisory: અમેરિકા પોતાના નાગરિકોને ભારતની યાત્રા માટે ચેતવ્યા, જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
US Travel Advisory on India Pakistan: પાકિસ્તાન માટે અમેરિકા તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ ભૂતકાળમાં અમેરિકાના રાજદૂતો અને એમ્બેસીને નિશાન બનાવ્યા છે.
US Travel Advisory on India Visit: અમેરિકાએ ભારત અને પાકિસ્તાન માટે બીજા તથા ત્રીજા લેવલની ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ ક્રાઈમ અને આતંકવાદનો હવાલો આપીને ભારત આવતાં નાગરિકોને સાવધાની રાખવા કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે ભારત માટે એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું, અમેરિકન નાગરિકોને આતંકવાદી ખતરો અને નાગરિક અસંતોષના કારણે જમ્મુ-કાશ્મીર તથા સશસ્ત્ર સંઘર્ષની આશંકાના કારણે ભારત-પાકિસ્તાન સીમાના 10 કિલોમીટરની અંદર યાત્રા ન કરવાનો આગ્રહ છે.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય અધિકારીઓએ જણાવ્યું કે બળાત્કાર, ભારતમાં સૌથી ઝડપથી વધતાં અપરાધ પૈકી એક છે. યૌન શોષણ જેવા હિંસક અપરાધ પણ પર્યટન સ્થળો તથા અન્ય સ્થળો પર સામે આવ્યા છે. આતંકવાદી મામૂલી કે કોઈપણ જાતની ચેતવણી વગર પર્યટન સ્થળો, પરિવહન અડ્ડા, બજાર, મોલ કે સરકાર સંસ્થાઓ પર હુમલો કરી શકે છે.
એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે , અમેરિકન નાગરિકો પર આતંકવાદી હુમલા તથા અપહરણના ખતરાનો હવાલો આપીને બલૂચિસ્તાનનો પ્રવાસ ટાળવાની પણ સલાહ આપી છે.
In Level 1 Travel Health Notice for India, CDC asks US citizens to exercise increased caution due to crime & terrorism; instructs them not to travel to J&K (except Ladakh, its capital, Leh)due to civil unrest; & within 10 km of India-Pak border due to potential for armed conflict pic.twitter.com/UZkluiS5yH
— ANI (@ANI) November 17, 2021