(Source: ECI/ABP News/ABP Majha)
US Visas Update : અમેરિકા જવા ઈચ્છુકો માટે માઠા સમાચાર, કરવો પડશે આટલા વર્ષોનો ઈંતજાર
ભારતમાં અરજદારો માટે રાહ જોવાનો સમય લગભગ 1,000 દિવસનો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિઝા મુદ્દે અમેરિકા સાથે ચર્ચા થઈ છે કે કેમ?
અમેરિકાના વિઝા મેળવવા ઈચ્છુક ભારતીયો માટે માઠા સમાચાર છે. અમેરિકા જવા ઈચ્છુકોએ ત્રણ વર્ષ રાહ જોવી પડશે તેમ વિદેશ મંત્રાલય કહેવું છે. મંત્રાલયે કહ્યું છે કે, આ મામલે હજી સુધી અમેરિકા સાથે ચર્ચા કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા સેવાઈ રહી છે કે, કોઈ દેશની વિઝા પ્રણાલી યોગ્ય અને ઓછો સમય લે તેવી હોવી જોઈએ. અહેવાલ અનુસાર જે લોકો B1 (વ્યાપાર) અને B2 (ટૂરિસ્ટ) વિઝા પર અમેરિકા જવાની યોજના ધરાવે છે તેમણે લગભગ ત્રણેક વર્ષ રાહ જોવી પડી શકે છ.
ભારતમાં અરજદારો માટે રાહ જોવાનો સમય લગભગ 1,000 દિવસનો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિઝા મુદ્દે અમેરિકા સાથે ચર્ચા થઈ છે કે કેમ? તે મામલે જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે જ્યારે લોકો કોઈ જગ્યાએ જવા માંગતા હોય ત્યારે વિઝાની વ્યવસ્થા સરળ હોવી જોઈએ. અમે આ પ્રકારની આશા સેવી રહ્યાં છએ. જોકે આ બાબતે ઔપચારિક ચર્ચા કરવામાં આવી નથી કારણ કે, અમે પણ નથી ઈચ્છતા કે કોઈ અમારી સિસ્ટમ પર ટિપ્પણી કરે.
જલદી જ રાહત મળે તેવી આશા
બાગચીએ કહ્યું હતું કે, જોકે અમે ઇચ્છીએ છીએ કે સિસ્ટમ યોગ્ય, સરળ અને વધારે સમય લે તેવી બને. અમે (યુએસ) એમ્બેસી સાથે વાત કરી છે. તેમણે કહ્યું છે કે, તે વિઝા માટે વધુ સમય ન લે તે બાબત સુનિશ્ચિત કરવાની દિશામાં પગલાં લઈ રહ્યા છે. અમે પ્રતિક્ષાનો સમય ઘટે તેવી અપેક્ષા રાખીએ છીએ.
દૂતાવાસના ટોચના અધિકારીએ કહ્યું કે...
દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અરજીકર્તાઓએ અરજી કરવાની પ્રક્રીયા યથાવત રાખવી જોઈએ. એકવાર લાઇન ઓપન થઈ જશે અને રાહ જોવાનો સમય ઘટાડવામાં આવશે તો કોઈપણ ફી ચુકવ્યા વગર ઈન્ટરવ્યુની તારીખ લંબાવી શકાશે.
અમેરિકી વિદેશ વિભાગે એક ટ્વિટમાં કહ્યું હતું કે, અમે શક્ય તેટલી ઝડપથી રાહ જોવાનો સમય ઘટાડવા માટે પ્રતિબદ્ધ છીએ. વધતા બેકલોગને લઈ, અમેરિકાએ વધુ પ્રમાણે આવેદનકારોને ઇન્ટરવ્યુ છુટ આપવા યોગ્ય બનાવ્યો છે. નિર્ણય માટે વિદેશમાં ડ્રોપ બોક્સ કેસ મોકલવામાં આવી રહ્યું છે અને કામચલાઉ સ્ટાફ પણ ભરતી કરવામાં આવી રહ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓને પ્રવેશને પહેલા પ્રાથમિકતા મળે છે. જ્યારે આ યાદીમાં આગળ કુશળ કામદારો માટે ડ્રોપ બોક્સના કેસોને ઝડપી બનાવવાનું છે.