શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમેરિકામાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, અત્યાર સુધીમાં એક લાખ 11 હજાર લોકોના મોત
શુક્રવારે અમેરિકામાં 25273 નવા કેસ સામે આવ્યા છે અને 971 લોકોના મોત થયા છે.
વોશિંગટન: અમેરિકા દુનિયામાં કોરોના વાયરસનું કેંદ્ર બની ગયું છે. અહીં મહામારી સતત ભયાનક રૂપ લઈ રહી છે. શુક્રવારે અમેરિકામાં 25273 નવા કેસ સામે આવ્યા છે અને 971 લોકોના મોત થયા છે. પૂરી દુનિયાના આશરે ત્રીજા ભાગના કોરોનાના દર્દી અમેરિકામાં છે. અહીં 19.65 લાખથી વધુ પ્રભાવિત થયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, કૈલિફોર્નિયા,ફ્લોરિડામાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં 111,386 લોકોના મોત
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા શનિવાર સવારે સુધી વધીને 19 લાખ 65 હજારને પાર પહોંચી છે. જ્યારે કુલ 1 લાખ 11 હજાર લોકોના મોત થયા છે. 7 લાખ 37 હજાર લોકો સ્વસ્થ થયા છે. કુલ 6 ટકા કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે. જ્યારે 33 ટકા લોકો આ બીમારીથી સાજા થયા છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 396699 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 30372 લોકોના મોત થયા છે. ત્યારબાદ ન્યૂ જર્સીમાં 165162 કોરોના દર્દીમાંથી 12082 લોકોના મોત થયા છે. આ સિવાય મૈસાચુસેટ્સ,ઈલિનોયસ, ફ્લોરિડા પણ સૌથી વધુ પ્રભાવિત છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાની પાસે રસીના બે મિલિયનથી વધારે ડોઝ તૈયાર છે. ટ્રમ્પે આ દાવો ગુરુવારે રસીને લઈને થયેલ મીટિંગ બાદ કર્યો છે. જોકે હજુ સુધી આ રસીની સુરક્ષા તપાસ થવાની બાકી છે. સુરક્ષા તપાસ બાદ રસીનું ટ્રાન્સપોર્ટેશન શરૂ કરવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે, ‘અમેર રસીને લઈને એક બેઠક કરી અને અમે આ મામલે ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ. રસીને લઈને અમે ઝડપથી આગળ વધીરહ્યા છીએ. જો રસી સુરક્ષા તપાસમાં પાસ થઈ જાય તો અમે તેના બે મિલિયનથી વધારે ડોઝ તૈયાર કરી રહ્યા છે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દુનિયા
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion