શોધખોળ કરો
Coronavirus: અમેરિકા માટે રાહતના સમાચાર, 24 કલાકમાં મોતનો આંકડો એક મહિનામાં સૌથી ઓછો
વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 12,12,835 પર પહોંચી છે.
વોશિંગ્ટનઃ કોવિડ-19નો સૌથી વધારે કહેર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં જોવા મળ્યો છે. સમગ્ર વિશ્વના આશરે એક તૃતીયાંશ કોરોના દર્દીઓ અમેરિકામાં છે. યુએસએમાં 12 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો છેલ્લા એક મહિનામાં સૌથી ઓછો નોંધાયો છે. 24 કલાકમાં અમેરિકામાં 1,015 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કેલિફોર્નિયામાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે.
અમેરિકામાં કેટલા મોત વર્લ્ડોમીટર મુજબ અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 12,12,835 પર પહોંચી છે. જેમાંથી 69,921 લોકોના મોત થયા છે. જ્યાકે 1.88 લાખ લોકો સાજા થઈ ગયા છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે મામલા 3,27,374 સામે આવ્યા છે, જેમાં 24,944 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂજર્સીમાં 1,29,345 કોરોના દર્દીમાંથી 7,951 લોકોના મોત થયા છે. વર્ષના અંતે અમેરિકા પાસે હશે રસીઃ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભરોસો વ્યક્ત કર્યો કે, ચાલુ વર્ષના અંત સુધી દેશ પાસે કોવિડ-19ની રસી હશે. અમેરિકન સરકારના સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ જાન્યુઆરી 2021 સુધી કોવિડ-19 રસી ઉપલબ્ધ હોવાની વાત કહી છે.United States #coronavirus deaths rise by 1,015 in 24 hours, lowest in a month: AFP news agency quoting Johns Hopkins tracker
— ANI (@ANI) May 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement