શોધખોળ કરો
Advertisement
કોરોનાનો કહેર: અમેરિકામાં 26 લાખ લોકો સંક્રમિત, અત્યાર સુધી 1 લાખ 28 હજારનાં મોત
અમેરિકામાં શનિવારે 43,447 નવા કેસ સામે અવ્યા હતા અને 512 લોકોનાં મોત થયા હતા. જો કે, અત્યાર સુધી 10 લાખ 80 હજાર લોકો સાજા પણ થઈ ગયા છે.
વોશિંગટન: કોરોના વાયરસના સૌથી વધુ કેસ હાલમાં દુનિયાના શક્તિશાળી ગણાતા દેશ અમેરિકામાં છે. અમેરિકામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે. અહીં અત્યાર સુધી કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. આ મહામારી ખબૂજ ભયાનક રૂપ ધારણ કરી રહી છે. શનિવારે 43,447 નવા કેસ સામે અવ્યા હતા અને 512 લોકોનાં મોત થયા હતા. જો કે, હવે અમેરિકાથી વધુ કેસ અને મોત દરરોજ બ્રાઝીલમાં નોંધાય રહ્યાં છે.
અમેરિકામાં અત્યાર સુધી 128,152નાં મોત
વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રવિવાર સવાર સુધી 25 લાખ 96 હજારને પાર પહોંચી ગઈ છે. કુલ 1 લાખ 28 હજાર 152 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જો કે, 10 લાખ 80 હજાર લોકો સાજા પણ થઈ ગયા છે. 13 લાખ 88 હજાર લોકોનની હોસ્પિટલોમાં હાલ સારવાર ચાલી રહી છે. અમેરિકામાં કુલ 5 ટકા કોરોના સંક્રમિત દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 42 ટકા લોકો આ બીમારીથી સ્વસ્થ થઈ ગયા છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધુ 416,018 કેસ સામે આવી ચૂક્યા છે. માત્ર ન્યૂયોર્કમાં જ 31, 452 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તેના બાદ કેલિફોર્નિયામાં 210, 849 કોરોના દર્દીઓમાંથી 5904 લોકોના મોત થઈ ચૂક્યા છે. તે સિવાય ન્યૂ જર્સી, ટેક્સાસ, મેસાચૂસેટ્સ , ઈલિનોયસ, ફ્લોરિડા પણ સૌથી વધુ પ્રભાવિત થયા છે.
જ્યારે ચીનમાં કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ ચરમચીમા પર હતો ત્યારે અમેરિકા જેવા દેશ ચીન પર તથ્યો છૂપાવવાના આરોપ લગાવી રહ્યાં હતા, પરંતુ હવે ચીનમાં સ્થિતિ લગભગ સામાન્ય છે અને અમેરિકા બેહાલ છે. હવે ખુદ અમેરિકાની અંદરથી અવાજો ઉઠવાની શરુ થઈ ગઈ છે કે, ત્યાં સંક્રમણના મામલા છૂપાવવામાં આવી રહ્યા છે. કેટલાક વિશેષજ્ઞોનો દાવો છે કે અમેરિકામાં લગભગ 2 કરોડ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે, જે સત્તાવાર આંકડા કરતા લગભગ 10 ગણા વધારે છે. મોટી સંખ્યામાં લોકો વાયરસના લક્ષણો વગર જ બીમાર થયા હશે.
વર્લ્ડોમીટર અનુસાર, અત્યાર સુધી દુનિયામાં કોરોનાના એક કરોડ 74 હજાર લોક સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ પર પહોંચી ગઈ છે. જો કે, 54 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement