અમેરિકામાં H-1B વીઝા અને ગ્રીન કાર્ડની અરજીમાં હવે અરજદારની પોતાની હાથેથી કરેલી સહી જ સ્વીકારવામાં આવશે. ખોટી કે અધૂરી સહીવાળી અરજી તાત્કાલિક રદ કરવામાં આવશે.
USમાં રહેતા ભારતીયો સાવધાન, આ એક ભૂલ અને રિજેક્ટ થશે H1-B વીઝાની અરજી
અમેરિકામાં રહેતા ભારતીયો માટે ઝાટકો લાગ્યો છે. અમેરિકામાં H-1B વીઝા અને ગ્રીન કાર્ડની અરજીમાં સહી ખોટી હશે તો ફોર્મ સીધું રદ કરી દેવાશે

- અમેરિકામાં H-1B વીઝા, ગ્રીન કાર્ડ અરજીમાં સહી ભૂલ પર રદ.
- હાથેથી કરેલી ઓરિજિનલ સહીની સ્કેન કોપી જ માન્ય રહેશે.
- કોપી-પેસ્ટ કરેલી કે ડિજિટલ સહીવાળી અરજી સ્વીકારાશે નહીં.
- નવો નિયમ 10 જુલાઈ 2026 થી સંપૂર્ણ લાગુ થશે.
અમેરિકામાં રહેતા ભારતીયો માટે ઝાટકો લાગ્યો છે. અમેરિકામાં H-1B વીઝા અને ગ્રીન કાર્ડની અરજીમાં સહી ખોટી હશે તો ફોર્મ સીધું રદ કરી દેવાશે. અમેરિકાએ પહેલાંથી જ H-1B વીઝા અંગેના નિયમો કડક બનાવ્યા છે, જેને ભારતીયોનો ધસારો રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આ દરમિયાન હવે વધુ એક આકરો નિયમ જાહેર કરાયો છે.
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ અનુસાર, જે લોકો H-1B વીઝા અને ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજી કરી રહ્યા છે, તેમણે સહી કરવામાં વિશેષ કાળજી રાખવી પડશે. દસ્તાવેજોની ચકાસણી દરમિયાન જો અધિકારીને અરજદારની સહી અયોગ્ય, ખોટી કે અધૂરી લાગશે, તો અરજી તાત્કાલિક રદ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, આવા અરજદારો તાત્કાલિક ફરીથી અરજી પણ કરી શકશે નહીં. દર વર્ષે હજારો ભારતીયો H-1B વીઝા મેળવીને અમેરિકા જાય છે અથવા ત્યાં પોતાના વીઝા રીન્યૂ કરાવે છે. આ ઉપરાંત હજારો ભારતીય પ્રોફેશનલ્સ ગ્રીન કાર્ડની પ્રતીક્ષામાં છે. આ સંજોગોમાં સહી કરવામાં થયેલી એક નાનકડી ભૂલ પણ આખી અરજી ફગાવી દેવા માટે પૂરતી ગણાશે.
આ પણ વાંચોઃ અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ
અમેરિકન ઈમિગ્રેશન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે અરજી દરમિયાન માત્ર ચોક્કસ પદ્ધતિથી કરેલી સહી જ સ્વીકારવામાં આવશે. અરજદારે પોતાના હાથેથી કરેલી સહી જ સર્વોપરી અને યોગ્ય માનવામાં આવશે. પેન દ્વારા કાગળ ઉપર કરેલી ઓરિજિનલ સહીની સ્કેન કોપી અરજી દરમિયાન સ્વીકાર્ય રહેશે. ઓરિજિનલ સહી કરેલા દસ્તાવેજોની ફેક્સ કોપી અથવા ફોટોકોપી પણ માન્ય રાખવામાં આવશે. કોઈપણ દસ્તાવેજમાંથી સહી કોપી કરીને બીજા ફોર્મમાં પેસ્ટ કરેલી હશે તો તે અમાન્ય ગણાશે. સહી તરીકે ઉપયોગમાં લેવાતા ડિજિટલ સ્ટેમ્પ કે ગ્રાફિકલ ઈમેજનો સ્વીકાર નહીં થાય. અરજદારના વકીલને પણ તેના વતી સહી કરવાની સત્તા નથી.
ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત આ નિયમ યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના અધિકારમાં વધારો કરે છે. આ નિયમ હેઠળ જો વીઝા અરજી પ્રક્રિયા માટે સ્વીકારવામાં આવે છે પરંતુ સહીમાં વિસંગતતા જોવા મળે છે, તો USCIS અધિકારીઓ પછીથી તેને નકારી શકે છે અથવા નકારી શકે છે. હાલમાં આ નિયમ પર જાહેર ટિપ્પણીઓ માંગવામાં આવી રહી છે. ત્યારબાદ આ નિયમો 10 જુલાઈ, 2026 થી સંપૂર્ણ રીતે અમલમાં આવશે.
Before You Go
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Frequently Asked Questions
અમેરિકામાં H-1B વીઝા અને ગ્રીન કાર્ડની અરજીમાં સહી સંબંધિત નવા નિયમો શું છે?
સહીની કઈ પ્રકારની કોપી અરજી માટે માન્ય ગણાશે?
હાથેથી કરેલી ઓરિજિનલ સહીની સ્કેન કોપી અથવા ઓરિજિનલ સહી કરેલા દસ્તાવેજોની ફેક્સ કોપી/ફોટોકોપી માન્ય રહેશે. કોઈ અન્ય દસ્તાવેજમાંથી કોપી કરેલી કે પેસ્ટ કરેલી સહી અમાન્ય ગણાશે.
શું વકીલ અરજદાર વતી સહી કરી શકે છે?
ના, અરજદારના વકીલ પણ તેના વતી સહી કરી શકશે નહીં. માત્ર અરજદારની પોતાની હાથેથી કરેલી સહી જ માન્ય ગણાશે.
આ નવા નિયમો ક્યારથી અમલમાં આવશે?
આ નવા નિયમો 10 જુલાઈ, 2026 થી સંપૂર્ણ રીતે અમલમાં આવશે. હાલમાં આ નિયમો પર જાહેર ટિપ્પણીઓ માંગવામાં આવી રહી છે.





















