શોધખોળ કરો

Valentine day: ગર્લફ્રેન્ડને ખુશ કરવાના ચક્કરમાં લાગી ગયો ચૂનો,આખી સેલેરી... જુઓ મજેદાર Video

Valentine day gone wrong: સોશિયલ મીડિયા પર એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો તેની ગર્લફ્રેન્ડને વિવિધ વસ્તુઓથી શણગારેલા ગિફ્ટ બોક્સથી સરપ્રાઈઝ આપે છે.

Valentine day gone wrong: આજે પ્રેમનો દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે છે. આ દિવસ પ્રેમીપંખીડાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. ક્યાંક ગિફ્ટ્સ આપવામાં આવે છે, તો ક્યાંક પ્રેમને સફળ બનાવવા માટે અવનવા નુસખા અજમાવવામાં આવે છે. આવો જ એક નુસખો અજમાવવા એક ઉત્સાહી પ્રેમી નીકળ્યો હતો, પરંતુ આ પ્રયાસમાં તેની આખી સેલેરીની એવી બરબાદી થઈ કે ગર્લફ્રેન્ડને ગળે લગાવવાને બદલે બિચારો માથું કૂટવા લાગ્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ હસવાનું રોકી નહીં શકો.

View this post on Instagram
 
A post shared by Hyoga (@hyoga.x)

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું ભારે પડ્યું
વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો તેની ગર્લફ્રેન્ડને સરપ્રાઈઝ આપવા માટે એક ગિફ્ટ બોક્સ લાવે છે જેના પર ખૂબ જ સજાવટ કરેલી હોય છે. માહોલ જમાવવામાં આવે છે અને પછી ગર્લફ્રેન્ડની સામે બોક્સ ખોલીને પ્રપોઝ કરવાનો સમય આવે છે. જેવી છોકરી બોક્સ ખોલે છે, તેમાંથી ઘણા બધા ઉડતા ફુગ્ગાઓ નીકળે છે જેના દોરા પર ઘણી બધી નોટો બાંધેલી હોય છે, હવે કહાનીમાં ટ્વિસ્ટ અહીંથી જ આવે છે.

ફુગ્ગાઓ સાથે ઉડી ગઈ આખી સેલેરી
જેવી છોકરી ફુગ્ગાઓ અને પૈસા જુએ છે, તે છોકરાને ગળે વળગી પડે છે, આ દરમિયાન બોક્સમાં રાખેલા તમામ ફુગ્ગાઓ પૈસા સાથે આકાશમાં ઉડી જાય છે. જેવો છોકરો આ બધું જુએ છે, તે ફુગ્ગા પાછળ દોડે છે પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. છોકરી તેને કહે છે કે 'ફક્ત ફુગ્ગા જ તો છે', તેના પર છોકરો કહે છે કે 'તેની સાથે મારી સેલેરી બાંધેલી હતી'. જેવી છોકરીને આ વાતની ખબર પડે છે, બંને માથું પકડીને જમીન પર બેસી જાય છે અને વેલેન્ટાઈન ડે ઉજવવાના ચક્કરમાં પોતાનું મોટું નુકસાન કરી બેસે છે.

યુઝર્સે મજ્જા લીધી
આ વીડિયો hyoga.x નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે અને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... 'ભાઈ, છોકરીના ચક્કરમાં સેલેરીને આગ લગાવી બેઠો'. બીજા યુઝરે લખ્યું... 'હવે ક્યારેય ગર્લફ્રેન્ડને આવી સરપ્રાઈઝ નહીં આપે'. તો વળી અન્ય એક યુઝરે લખ્યું... 'અરે ભાઈ, પૈસા તો હાથનો મેલ છે, ફરી કમાઈ લેજો'.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget