Video: મધ્ય આફ્રિકામાં નદીમાં બોટ પલટી જતા 58થી વધુ લોકોના મોત, 20 મૃતદેહો બહાર કઢાયા
Video:લોકોએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા, જેના કારણે તે અચાનક બોટ પલટી ગઈ હતી
Video: સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં એક અકસ્માતમાં 58 થી વધુ લોકોના મોત થયા છે. રાજધાની બંગીથી લગભગ 45 કિલોમીટર દૂર એક નદીમાં એક ઓવરલોડેડ બોટમાં 300થી વધુ લોકો સવાર હતા. તે સમયે બોટ પલટી જતા 58થી વધુ લોકોના મોત થયા હતા.
Central African Republic disaster: At least 58 people were killed when a tilted boat carrying more than 300 people sank in a river about 45 km from the capital Bangui pic.twitter.com/EmucHBp7Br
— S p r i n t e r F a c t o r y (@Sprinterfactory) April 21, 2024
બીબીસીના અહેવાલ મુજબ, લાકડાની આ હોડી શુક્રવારે અંતિમ સંસ્કારમાં સામેલ થવા જઇ રહેલા લોકોને મ્પોકો નદી પાર કરાવી રહી હતી. ઘટનાને નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા, જેના કારણે તે અચાનક બોટ પલટી ગઈ હતી.
સ્થાનિક નાવિકો અને માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘણા લોકોને બચાવ્યા હતા અને ઈમરજન્સી સેવાઓ આવે તે પહેલા નદીમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બચાવ અભિયાનમાં સામેલ માછીમાર એડ્રિયન મોસ્મોએ જણાવ્યું હતું કે સેના પહોંચે તે પહેલા ઓછામાં ઓછા 20 મૃતદેહો મળી આવ્યા હતા.
#BREAKING 58 die after boat capsizes in C. Africa: rescuers pic.twitter.com/s3iiIgPu2t
— AFP News Agency (@AFP) April 20, 2024
તેણે કહ્યું હતુ કે "આ એક ભયંકર દિવસ છે," બંગી યુનિવર્સિટી હોસ્પિટલ સેન્ટરના અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્યએ સર્ચ ઓપરેશન શરૂ કર્યા પછી મૃત્યુઆંક વધી રહ્યો છે. હાલમાં મૃત્યુનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી અને સરકારે આ ઘટના અંગે કોઈ ટિપ્પણી કરી નથી. સ્થાનિક જૂથો અને સ્થાનિક રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે અને અકસ્માતની તપાસની માંગ કરી છે.
નોંધનીય થોડા દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બટવારના ઝેલમ નદીમાં મુસાફરો અને શાળાના બાળકોથી ભરેલી બૉટ -નાવડી ડૂબી ગઈ હતી. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ બાળકો ગુમ છે. આ નાવડીમાં 10થી વધુ લોકો સવાર હતા. આ સિવાય અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના બાળકો છે.
શ્રીનગરમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં ઝેલમ નદીમાં બૉટ ડૂબી ગઈ છે. આ અકસ્માતમાં 10 શાળાના બાળકો સહિત અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી તરફ લોકોએ અકસ્માતનો વિરોધ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, શ્રીનગરના ગંડબલ નૌગામ વિસ્તારમાં એક બોટ પલટી ગઈ છે. ઘણા લોકો લાપતા છે, બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બોટમાં મોટાભાગના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. સત્તાવાર નંબરોની રાહ જોવાઈ રહી છે.