![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Video: પાકિસ્તાની યુવકે ચાલુ ફ્લાઈટે બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો, યાત્રીઓના શ્વાસ થંભી ગયા
હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પાકિસ્તાનના પેશાવર થી દુબઈ જતી એક ફ્લાઈટમાં યુવકે એવી હરકત કરી કે બાકીના બધા યાત્રીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
![Video: પાકિસ્તાની યુવકે ચાલુ ફ્લાઈટે બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો, યાત્રીઓના શ્વાસ થંભી ગયા Video: Pakistan man kicks window, argues with officials on Peshawar-Dubai flight, blacklisted by airlines Video: પાકિસ્તાની યુવકે ચાલુ ફ્લાઈટે બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો, યાત્રીઓના શ્વાસ થંભી ગયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/19/a46e7652442fb48915def7876d8186d21663600375066391_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistani man kicks Fligh window Glass: વિમાન આકાશમાં હોય ત્યારે ઘણા પ્રકારની કુદરતી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. પરંતુ હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પાકિસ્તાનના પેશાવર થી દુબઈ જતી એક ફ્લાઈટમાં યુવકે એવી હરકત કરી કે બાકીના બધા યાત્રીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ પાકિસ્તાની યુવકે ઉડી રહેલી ફ્લાઈટની બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
યુવકની હવાઈ મુસાફરી પર પ્રતિબંધઃ
પેશાવરથી દુબઈ જઈ રહેલા આ પાકિસ્તાની યુવકે કરેલા આ કાંડની તેને સજા પણ ભોગવવી પડી છે અને તેને બીજા દિવસે પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો છે. આ સાથે આ યુવકની હવાઈ મુસાફરી પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્લેનની બારીનો કાચ તોડવાનો પ્રયત્ન કરનાર આ પાકિસ્તાની યુવકની માનસિક સ્થિતિ બિલકુલ સારી નહોતી.
યુવકે એક મુસાફર ઉપર હુમલો પણ કર્યોઃ
પ્લેનમાં હંગામો મચાવનાર વ્યક્તિ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ ટેકઓફ થતાં જ આ યુવકે પોતાના રંગ બતાવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે પ્લેનના સ્ટાફ મેમ્બર્સે રોકવાનો પ્રયાસ કર્યો તો તે ગુસ્સે થઈ ગયો અને પ્લેનમાં તોડફોડ શરૂ કરી હતી. આ યુવક આટલેથી રોકાયો નહોતો અને તેણે પ્લેનની બારી પર પણ હુમલો કરીને તેને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે તેણે પ્લેનમાં સવાર બીજા એક મુસાફર ઉપર હુમલો પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ આ બનાવ પેશાવરથી દુબઈ જતી PK-283 ફ્લાઈટમાં બન્યો હતો.
On #camera: Pakistan man kicks window, argues with officials on Peshawar-Dubai flight; blacklisted by airlines#Pakistan #PIA #Dubai #PakFlight #Uproar pic.twitter.com/TFdKCTdpPX
— Harish Deshmukh (@DeshmukhHarish9) September 19, 2022
જ્યારે પ્લેનના સમગ્ર ક્રૂ અને મુસાફરો આ વ્યક્તિથી નારાજ થઈ ગયા, ત્યારે તેઓએ બળજબરીથી તેના હાથમાં હાથકડી પહેરાવીને તેને એક ખૂણામાં બેસાડી દીધો હતો. ત્યારબાદ દુબઈ પહોંચતાની સાથે જ એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેના તમામ દસ્તાવેજો રદ કરીને બીજા દિવસે તેને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)