ફ્લાઇટના ટોયલેટમાં કપલ કરતું હતું આ કામ, ક્રૂ મેમ્બર્સે દરવાજો ખોલ્યો ને પછી તરત જ.......
આ કપલને વાંધાજનક હાલતમાં જોયા બાદ પ્લેનમાં તૈનાત એર હોસ્ટેસ અને અન્ય સ્ટાફ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો.
Couple Caught Having Physical Relations Inside Toilet On Flight: બ્રિટનથી સ્પેનના ઈબીઝા ટાપુ પર જતી ઈઝીજેટની ફ્લાઈટના ટોઈલેટમાં એક કપલ સેક્સ કરતા ઝડપાયું છે. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 8 સપ્ટેમ્બરે બની હતી. આ શરમજનક ઘટના સામે આવ્યા બાદ ફ્લાઇટ અધિકારીઓએ કપલને પ્લેનમાંથી ઉતારી દીધું હતું. આ કપલનો સેક્સ માણતો વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેનના નર્વસ કર્મચારીઓ દરવાજાની બહાર રાહ જોઈ રહ્યા છે.
કપલે દરવાજો તરત જ કરી દીધો બંધ
બાદમાં કોઈક રીતે દરવાજો ખોલતાં કપલ વાંધાજનક હાલતમાં જોવા મળ્યું હતું. જોકે, કપલે તરત જ દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પ્લેનમાં સવાર અન્ય મુસાફરોએ આશ્ચર્યમાં બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. એક સ્ત્રીએ કહ્યું, 'હે ભગવાન.' મહિલાએ તેના મિત્રોને પૂછ્યું કે તેઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો છે કે નહીં. આ કપલને વાંધાજનક હાલતમાં જોયા બાદ પ્લેનમાં તૈનાત એર હોસ્ટેસ અને અન્ય સ્ટાફ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો. કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે તેઓ સમજી શક્યા ન હતા.
લોકો કરી રહ્યા છે અનેક પ્રકારની કોમેન્ટ
આ ઘટનાના વીડિયો પર સોશિયલ મીડિયા પર ઘણી ફની ટ્વિટ કરવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'આ પ્લેનની અંદર કોઈને ચેપ લાગ્યો છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'વયસ્ક લોકો આ કપલ પર કેમ હસતા અને બૂમો પાડી રહ્યા છે જાણે કે તેઓએ ક્યારેય સેક્સ વિશે સાંભળ્યું જ નથી?' ત્રીજા યુઝરે લખ્યું, 'મને આશા છે કે તે પાઇલટ નથી.' દરમિયાન, ઇઝીજેટના પ્રવક્તાએ ઘટનાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વિમાન બ્રિટનના લ્યુટનથી સ્પેનના ઇબિઝા જઇ રહ્યું હતું. તેમણે કહ્યું કે ઘટના બાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને પ્લેન ઇબિઝા એરપોર્ટ પર આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.
#FunFact: On an EasyJet flight, passengers reported two people sneaking into the bathroom for some alone time. While no specific plane law exists in Europe, public indecency can lead to 6 months in jail and a €1000 fine. Airlines count as public places! 😳✈️ #easyJet pic.twitter.com/DCyQAfgDp6
— Fun Facts (@funfactsrandom) September 11, 2023