![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
Russia President Vladimir Putin: શું પુતિન પોતાનો આગામી જન્મદિવસ નહીં મનાવી શકે ? પુતિનની હત્યાનું કાવતરુ રચાઇ રહ્યું છે, જાણો
મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પહેલા કેન્સર પીડિત છે, તાજેતરમાં જ તેમની સાર્વજનિક ઉપસ્થિતિ દરમિયાન તે પણ ખુબ બિમાર લાગી રહ્યાં હતા.
![Russia President Vladimir Putin: શું પુતિન પોતાનો આગામી જન્મદિવસ નહીં મનાવી શકે ? પુતિનની હત્યાનું કાવતરુ રચાઇ રહ્યું છે, જાણો War Updates: ponomarev claims that russia president vladimir putin will be killed before next birthday Russia President Vladimir Putin: શું પુતિન પોતાનો આગામી જન્મદિવસ નહીં મનાવી શકે ? પુતિનની હત્યાનું કાવતરુ રચાઇ રહ્યું છે, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/550d4a5283b9dae8701d63a68d4b7e8c1673259272909282_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Vladimir Putin: રશિયા અને યૂક્રેનની વચ્ચે છેલ્લા 11 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, તે છે કે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનની હત્યાના કાવતરા સાથે જોડાયેલા છે. રશિયામા વિપક્ષના એક નેતા ઇલ્યા પોનોમેરેવએ દાવો કર્યો છે કે વ્લાદિમિર પુતિન (Vladimir Putin) પોતાનો આગામી જન્મદિવસ નહીં જોઇ શકે. તેમને કહ્યું કે, ક્રેમલિનના અંદરના લોકો રશિયન રાષ્ટ્રપતિને મારી નાંખશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન લગભગ 71 વર્ષના થઇ ગયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પહેલા કેન્સર પીડિત છે, તાજેતરમાં જ તેમની સાર્વજનિક ઉપસ્થિતિ દરમિયાન તે પણ ખુબ બિમાર લાગી રહ્યાં હતા.
શું વ્લાદિમિર પુતિન પોતાનો આગામી જન્મદિવસ નહીં જોઇ શકે ?
ન્યૂઝવીકના રિપોર્ટ અનુસાર, નિર્વાસિત રશિયન વિપક્ષી રાજનેતા ઇલ્યા પોનોમેરેવએ બતાવ્યુ કે, મારુ પૂર્વાનુમાન હજુ પણ બનેલું છે તે પોતાનો આગામી જન્મદિવસ નહીં જોઇ શકે. મને નથી લાગતુ કે રશિયન રાષ્ટ્રપતિ આને પુરો કરી શકશે, કેમ કે તેમના ગવાહી વાસ્તવમાં તેમના માટે ખુબ હાનિકારક સાબિત થઇ શકે છે. એટલા માટે તે માર્યા જશે.
War: સીઝ ફાયર બાદ રશિયાનો યૂક્રેન પર ઘાતક હુમલો, 10 શહેરોમાં મિસાઇલો છોડી, 2 લોકોના મોત - અનેક ઘાયલ -
War Attack: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ભયાનક અને ઘાતક સ્થિતિમાં પહોંચ્યુ છે. રશિયા યૂક્રેન યુદ્ધના 36 કલાકના સીઝફાયર બાદ રશિયા વધુ આક્રમક થઇ ગયુ છે, સ્થાનિક અધિકારીઓ અનુસાર, રશિયાએ યૂક્રેનના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ડૉનેત્સ્ક, ખેરરૉન, ખારકીવના વિસ્તારોમાં જબરદસ્ત બૉમ્બમારો કરીને તમામ શહેરોને તહસ નહસ કરી દીધા છે. છેલ્લા 24 કલાકમાં રશિયાના હુમલામાં બે લોકોના મોત થઇ ગયા છે અને કમ સે કમ 12 લોકો ઘાયલ થઇ ગયા છે. ડૉનેત્સ્ક ઓબ્લાસ્ટના ગવર્નર પાવ્લો કિરિલેન્કોએ સોમવારે (9 જાન્યુઆરી)એ બતાવ્યુ કે, રશિયન સેનાએ એક નાગરિકની નિર્દયતાથી હત્યા કરી નાંખી છે, અને બે અન્ય લોકોને ઘાયલ કરી દીધા, અને તેમાં એક સોલેદારને પણ મારી નાંખ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 10 શહેરોમાં મિસાઇલ હુમલો -
કિરિલેન્કોએ કહ્યું કે, રશિયાએ વિસ્તારમાં કમ સે કમ 10 શહેરોમાં હુમલો કરી દીધો છે. ત્રણ ખાનગી ઘરો અને એક દુકાનને નુકશાન પહોંચ્યુ છે. ખારકીવ ઓબ્લાસ્ટના ગવર્નર ઓલેહ સિનીહુબૌહે ટેલિગ્રામ પર બતાવ્યુ કે, 9 જાન્યુઆરીની સવારે રશિયાએ શેવચેનકૉવ ગામમાં એક લૉકલ માર્કેટમાં એક એસ-300 મિસાઇલ લૉન્ચ કરી જેમાં એક 13 વર્ષીય છોકરી સહિત સાત લોકો ઘાયલ થયા હતા. આ પહેલાના દિવસે, સિનીહુબૌવે બતાવ્યુ કે, છેલ્લા 24 કલાકમાં, રશિયાએ ખારકીવ ઓબ્લાસ્ટના ચુહુઇવ અને કુપિયાન્સ્ક જિલ્લા પર તોપો, ટેન્કો અને મૉર્ટારથી હુમલો કર્યો, જેનાથી ત્યાં કૃષિ યોગ્ય ભવનોને નુકશાન પહોંચ્યુ હતુ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)