શોધખોળ કરો

વિચિત્ર કિસ્સો, 20 વર્ષથી હત્યાનો નાસતો-ફરતો આરોપી, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ અધિકારી બનીને બેઠો હતો, કઇ રીતે પકડાયો, જાણો

Trending News: વ્યક્તિ હત્યા કે અન્ય કોઈ ગુનો કરીને કાયદાની નજરથી બચી શકતી નથી. હિન્દીમાં એક કહેવત પણ છે કે કાયદાનો હાથ લાંબો હોય છે અને કાયદો ગુનેગારને પાતાળમાંથી શોધીને પણ સજા આપે છે

Trending News: વ્યક્તિ હત્યા કે અન્ય કોઈ ગુનો કરીને કાયદાની નજરથી બચી શકતી નથી. હિન્દીમાં એક કહેવત પણ છે કે કાયદાનો હાથ લાંબો હોય છે અને કાયદો ગુનેગારને પાતાળમાંથી શોધીને પણ સજા આપે છે. આવી પરિસ્થિતિઓમાં કેટલીકવાર ગુનેગારો એટલા હોશિયાર હોય છે કે તેઓ કાયદાને ચકમો આપી દે છે. હાલમાં જ અમેરિકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ભયાનક ગુનેગાર 20 વર્ષ સુધી કાયદાને ચકમો આપીને પોલીસ વિભાગમાં ઓફિસર બની બેઠો હતો.

હત્યાના ગુનામાં 20 વર્ષથી શખ્સ હતો ફરાર 
ડિસેમ્બર 2004માં, ક્રિસમસના ચાર દિવસ પહેલા એન્ટોનિયો રિયાનો સિનસિનાટી, ઓહિયોના એક બારમાં 25 વર્ષના એક માણસ સાથે દલીલમાં ઉતર્યો. તેમની દલીલ એટલી વધી ગઈ કે તેણે તેની સામેના વ્યક્તિને ગોળી મારી દીધી. સીસીટીવી કેમેરામાં રિયાનોએ બંદૂક કાઢી અને પછી બીજા માણસના માથા પર ગોળી મારીને તેને મારી નાખ્યો હતો. "અલ ડાયબ્લો" (સ્પેનિશમાં 'શેતાન') તરીકે ઓળખાતો આ વ્યક્તિ ઘટના બાદ નાસી છૂટ્યો હતો. આ પછી દેશભરમાં તેનું શોધખોળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આમ છતાં તે અધિકારીઓથી બચવામાં સફળ રહ્યો. રિયાનો તેના ગુમ થયાના 20 વર્ષ પછી ફરીથી ગાયબ થઇ ગયો, આ પછી પહેલાં ન્યૂ જર્સીમાં તેની બહેનને મળવા ગયો હતો. તે અમેરિકાના મૉસ્ટ વૉન્ટેડ ગુનેગારોની યાદીમાં સામેલ થઇ ગયો હતો, પરંતુ તપાસકર્તાઓએ થોડા વર્ષો પછી તેને શોધવાનું બંધ કરી દીધું. પરંતુ તાજેતરમાં એક ડિટેક્ટીવએ સોશિયલ મીડિયા દ્વારા અલ ડાયબ્લોને ટ્રેક કર્યો હતો. તેને શોધી કાઢ્યો હતો. 

તપાસકર્તાએ શોધી કાઢ્યો તો ઉડી ગયા હોશ 
લગભગ બે દાયકા પહેલા જ્યારે એન્ટોનિયો રિયાનોએ મર્ડર કર્યું ત્યારે ફેસબુક અસ્તિત્વમાં ન હતું, પરંતુ જ્યારે 2004ના કેસમાં ભૂતપૂર્વ ડેપ્યુટી પૉલ ન્યૂટને, જેઓ હવે બટલર કાઉન્ટી પ્રૉસિક્યૂટર ઑફિસમાં કામ કરે છે, તેણે લોકપ્રિય સોશિયલ નેટવર્ક પર તેનું નામ શોધ્યું, ત્યારે તેને મળી આવ્યું. તેઓ જે માણસને પકડવાનું સપનું જોતા હતા તેનો ફોટો જોઈને તેઓ ચોંકી ગયા, જે મેક્સિકન રાજ્ય ઓક્સાકામાં પોલીસ અધિકારી તરીકે કામ કરતો હતો.

પોલીસ અધિકારી બનીને કરી રહ્યો હતો નોકરી 
યુએસ તપાસ અધિકારીઓએ મેક્સિકન સત્તાવાળાઓનો સંપર્ક કર્યો અને તેઓએ પુષ્ટિ કરી કે રિયાનો ખરેખર ઝાપોટીટલાન પાલમાસ પોલીસ વિભાગમાં પોલીસ અધિકારી તરીકે કામ કરી રહ્યો હતો. તેની ધરપકડ પછી મેક્સિકો રિયાનોને યુએસ માર્શલ્સને સોંપવા સંમત થયા અને પછી તેને ઓહિયો લઈ જવાયો હતો. જ્યાં તેના પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો, જે યુએસ રાજ્યમાં આજીવન કેદની સજા થઇ શકે છે.

આ પણ વાંચો

Mpox Outbreak: સાવધાન, મંકીપોક્સને હલકામાં ન લો! WHOએ અપડેટ આપ્યું, PM મોદી પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે

Kolkata Case: આજથી આરોગ્ય મંત્રાલયની સામે રસ્તા પર ડોક્ટરો ફ્રી OPD શરૂ કરશે, હડતાળ ચાલુ રાખવાની જાહેરાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશGondal Youth Mysterious Death : ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસોSurat Video Viral: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે અશ્લીલ ડાન્સ! | abp Asmita LIVEKheda SSC Exam : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણમંત્રીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ
‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ
Monsoon Update: હોળી પર આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ  
Monsoon Update: હોળી પર આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ  
Kashmir Fashion Show: કાશ્મીરમાં બરફમાં છોકરીઓએ બિકિની પહેરી કર્યું રેમ્પ વૉક, વાયરલ થઇ રહ્યો છે વીડિયો
Kashmir Fashion Show: કાશ્મીરમાં બરફમાં છોકરીઓએ બિકિની પહેરી કર્યું રેમ્પ વૉક, વાયરલ થઇ રહ્યો છે વીડિયો
Embed widget