શોધખોળ કરો
અમેરિકામાં કોરોના વાયરસના કારણે બે લાખથી વધુ મોત થઇ શકે છેઃ વ્હાઇટ હાઉસ
વ્હાઇટ હાઉસના ટાસ્ક ફોર્સના સભ્ય એન્થની ફૌસી અને ડેબોરાહ બિરક્સે કહ્યું કે, અમેરિકામાં સ્કૂલ, રેસ્ટોરન્ટ, સિનેમા અને તમામ બિનજરૂરી ગતિવિધિઓ બંધ કરનારા સોશિયલ ડિસ્ટેસિંગ દિશાનિર્દેશો છતાં એક લાખથી 240.000 અમેરિકનોના મોત થઇ શકે છે.
ન્યૂયોર્કઃ કોરોના વાયરસ વિરુદ્ધ લડાઇમાં નેતૃત્વ કરનારા અમેરિકન સરકારના બે ટોચના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, અમેરિકામાં કોરોના વાયરસ મહામારીથી લગભગ બે લાખ લોકોના મોત થઇ શકે છે. વ્હાઇટ હાઉસના ટાસ્ક ફોર્સના સભ્ય એન્થની ફૌસી અને ડેબોરાહ બિરક્સે કહ્યું કે, અમેરિકામાં સ્કૂલ, રેસ્ટોરન્ટ, સિનેમા અને તમામ બિનજરૂરી ગતિવિધિઓ બંધ કરનારા સોશિયલ ડિસ્ટેસિંગ દિશાનિર્દેશો છતાં એક લાખથી 240.000 અમેરિકનોના મોત થઇ શકે છે.
આ બંન્નેએ ચેતવણી આપી હતી કે જો કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો અમેરિકામાં 1.5 મિલિયનથી 2 મિલિયન લોકોના મોત થઇ શકે છે. બિરક્સે એક ચાર્ટ રજૂ કરી કહ્યું કે, દેશમાં આ મહામારીથી એક લાખથી 240000 લોકોના મોત થઇ શકે છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ કામ કરી રહ્યું છે અને આ અસરદાર છે અને અત્યાર સુધીની આ સૌથી સારી રણનીતિ છે. ડેબોરાહ બિરક્સે કહ્યુ કે, અહી કોઇ મેજિક બુલેટ નથી અને ના કોઇ જાદુઇ રસી કે થેરેપી છે. આ ફક્ત વ્યવહાર છે. આ સોશિયલ ડિસ્ટેન્સિંગ વ્યવહારથી કોરોનાથી થતાં મોતના આંકડાને ઓછો કરી શકાય છે. તેમણે વ્હાઇટ હાઉસમાં ડેઇલી બ્રીફિંગ દરમિયાન આ વાત કરી હતી. નોંધનીય છે કે અમેરિકામાં કોરોના વાયરસથી 3700 લોકોના મોત થયા છે જ્યારે 185000 કેસ નોંધાઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement