શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઈજીપ્તમાં પિરામિડ પાસે સેક્સી ફોટોશૂટ કરાવનાર હોટ મોડલ કોણ છે ? થઈ શકે છે બે વર્ષની કેદ, ફોટોગ્રાફર થયો જેલભેગો
ફોટોશૂટ બાદ સલમા એલ શીમી નામની મોડલે આ તસવીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કર્યા.
નવી દિલ્હીઃ મિસ્રની પોલીસે હાલમાં જ પ્રાચીન પિરામિડની સામે એક મોડલના વાંધાજનક ફોટોશૂટને લઈને ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. આ ફોટોગ્રાફરે મિસ્રની રાજધાની કાહિરામાં આવેલ પિરામિડની સામે એક મોડલની પ્રાચીન મિસ્રમાં પહેરાતા કપડામાં તસવીર લીધી હતી.
ફોટોશૂટ બાદ સલમા એલ શીમી નામની મોડલે આ તસવીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કર્યા. મોડલે સોશિયલ મીડિયા પર આ તસવીર અપલોડ કરતાં જ તે વાયરલ થઈ ગઈ, ત્યાર બાદ બચાવમાં આવી ગઈ હતી. કેટલાક લોકોએ આ ફોટોશૂટની ટીકા કરી છે. ધ સનના અહેવાલ અનુસાર, ફોટોશૂટ પર વિવાદ થયા બાદ મોડલ સલમાએ કહ્યું કે, તેને ખબર ન હતી કે પુરાતાત્ત્વિક સ્થળ પર મંજૂરી વગર ફોટોગ્રાફી ન કરાય.
ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, એક સુરક્ષા સૂત્રએ કહ્યું, ‘પુરાતત્વ ક્ષેત્રમાં મોડલ ડાન્સલ સલમા અલ-શમીની સાથે એક ખાનગી ફોટોશૂટ બાદ ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ કોર્ટમાં છે.’ તમને જણાવીએ કે શમીએ એક વીડિયો પણ પોતોના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ પિરામિડની સામે ભડકાઉ તસવીર ખેંચાવવા પર લોકો ભડક્યા હતા.View this post on Instagram
જો કે, સોશિયલ મીડિયામાં કેટલાય લોકો મોડેલના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા છે. અને જણાવી રહ્યા છે કે જો આ જ ફોટોશૂટ કોઈ પુરુષે કરાવ્યું હોત તો તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડતો. પણ એક મહિલા હોવાને કારણે સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ટિકટોક પર અપમાનજનક પોસ્ટને કારણે કોર્ટે પાંચ યુવતીઓને બે વર્ષની સજા અને 20 હજાર ડોલરનો દંડ લગાવ્યો હતો. અને તે જ કારણે ઈજિપ્તમાં મહિલા આંદોલનની પણ શરૂઆત થઈ છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion