BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: ગુજરાતમાં સૌથી મોટું સ્કેમ કરનારી અરવલ્લીનાં BZ ગૃપ પર આજે CID ટીમે મોટી કાર્યવાહી કરી છે
BZ Group Scam: રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પૉન્ઝી સ્કીમનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ગુજરાતનું સૌથી મોટું સ્કેમ કરનારા BZ ગૃપ પર CIDની તવાઈ થઇ છે. આ કંપની પર પૉન્ઝી સ્કીમ થકી રોકાણ કરાવી 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યાંનો આરોપ લાગ્યો છે. આ આરોપો લાગ્યા બાદ BZ ગૃપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે, ખાસ વાત છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો સભ્યો હોવાનું પણ પ્રકાશમાં આવ્યુ છે. ભાજપના મોટા નેતાઓ સાથેના ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફોટા સોશ્યલ મીડિયા પર પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
ગુજરાતમાં સૌથી મોટું સ્કેમ કરનારી અરવલ્લીનાં BZ ગૃપ પર આજે CID ટીમે મોટી કાર્યવાહી કરી છે. BZ GROUP નાં એજન્ટોની ઓફિસો પર CID ની જુદીજુદી ટીમોએ દરોડા પાડ્યા હતા. આરોપ છે કે, કંપની દ્વારા બેફામ પૉન્ઝી સ્કીમ ચલાવવામાં આવી હતી. આ સ્કીમોમાં અનેક લોકોના રૂપિયા લાગેલા હતા. કંપની પર ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી રૂ. 6 હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. ત્યારે હવે BZ ગૃપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે.
માહિતી પ્રમાણે, આ કેસને લઇને CID પોલીસની વિવિધ ટીમોએ મેઘરજ, મોડાસા, માલપુર, હિંમતનગરમાં આવેલી BZ GROUP નાં એજન્ટોની ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આ ઓફિસમાં CID ની તપાસ દરમિયાન કૉમ્પ્યુટર, લેપટોપ, કેશ વાઉચર અને વિવિધ દસ્તાવેજો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. પૉન્ઝી સ્કીમ થકી કરોડોનું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો નો સભ્ય છે અને મોટા-મોટા નેતાઓ સાથેનાં તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
માહિતી પ્રમાણે, BZ GROUP નાં એજન્ટો દ્વારા વિવિધ વિસ્તારમાં ઓફિસો ખોલીને લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી પૉન્ઝી સ્કીમોમાં રોકાણ કરાવાતું હતું. આ રીતે BZ Group ની અલગ-અલગ ઓફિસો થકી અંદાજે 6 હજાર કરોડ રૂપિયા રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવ્યા હતા. કંપની દ્વારા રોકાણકારોને માસિક 5 ટકા વળતરની લોભામણી જાહેરાતોથી લલચાવવામાં આવતા હતા. જો કે, રોકાણ બાદ સમયસર પૈસા મળવાની સમસ્યાને લઇ પેઢી સામે ફરિયાદો થઈ હતી. આથી, ગાંધીનગરથી CID ક્રાઇમની ટીમોએ BZ GROUP નાં એજન્ટોની ઓફિસો પર એકસાથે દરોડા પાડ્યા હતા. મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે, આ મામલે હાલ કંઇપણ કહેવા અંગે તપાસ અધિકારીઓએ ચુપકીદી સેવી છે. પરંતુ, આ કૌભાંડની તપાસમાં મસમોટા અને ચોંકાવનારા નામ સામે આવે તેવી વકી છે.