Iran Israel War: હમાસ અને હિઝબુલ્લાહને કેમ આતંકી નથી માનતું ભારત ? આ છે મોટું કારણ
Iran Israel War: હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયેલી મોરચા પર લડાઈ. હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બૉમ્બ ફેંક્યા હતા
Iran Israel War: હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયેલી મોરચા પર લડાઈ. હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહની હત્યાનો બદલો લેવા માટે ઈરાને ઈઝરાયેલ પર 200 થી વધુ બૉમ્બ ફેંક્યા હતા, જે બાદ ઈઝરાયેલે પણ ઈરાનને જવાબ આપવાનું વચન આપ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઇએ ચેતવણી આપી છે કે જો જરૂર પડશે તો તેઓ ઈઝરાયેલ પર ફરીથી હુમલો કરશે.
હમાસ-હિઝબુલ્લાહને આતંકી કેમ નથી માનતું ભારત
મીડિલ ઈસ્ટના હાલાતંઓ પર ભારતની દ્રષ્ટિએ વાત કરો તો તેના ઈઝરાયલ સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ ભારત હમાસ અને હિજબુલ્લાહને આતંકી માનવાનો ઇન્કાર કરે છે. આ પ્રદર્શન સરકાર અને વહીવટીતંત્રની પરમીશન લઇને થયા, કેમ કે ભારત હમાસ અને હિજબુલ્લાહને આતંકી માનતુ નથી, પરંતુ આને પેલેસ્ટાઇન માટે લડનારા સેનાનીઓ તરીકે જુએ છે.
ભારતના મતે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર દ્વારા જ તે પ્રદેશ (પેલેસ્ટાઈન)માં શાંતિ સ્થાપિત થઈ શકે છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ સાથેના સંબંધોમાં સુધારો કર્યો છે, પરંતુ પેલેસ્ટાઈન અંગે ભારતનો દૃષ્ટિકોણ પહેલા જેવો જ છે. ભારતના મતે પેલેસ્ટાઈન એક અલગ રાષ્ટ્ર છે. તે તેની સ્વતંત્રતાને સંપૂર્ણ સમર્થન આપે છે.
પેલેસ્ટાઇન અને લેબનાનની સરકારોમાં ભાગીદાર
1988 માં, ભારત પેલેસ્ટાઈનને સત્તાવાર રીતે માન્યતા આપનારો પ્રથમ બિન-આરબ દેશ હતો. આ સ્થિતિ 1992 સુધી ચાલી હતી, જ્યારે ભારતે ઈઝરાયેલ સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા. હમાસ અને હિઝબુલ્લાહની રાજકીય પાંખો પણ છે, જે પેલેસ્ટાઈન અને લેબનાનની સરકારોમાં પણ હિસ્સેદાર રહી છે. આ કારણે ભારત સહિત ઘણા દેશો તેમને વહીવટી અને સામાજિક ચળવળ તરીકે પણ જુએ છે. આ જ કારણ છે કે ઈઝરાયેલ અને અમેરિકાના દબાણ છતાં ભારત સરકારે આ સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા નથી.
વર્ષ 1974માં જ્યારે આખી દુનિયા પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન અને તેના નેતા યાસર અરાફાતને આતંકવાદી કહીને બદનામ કરી રહી હતી ત્યારે ભારતે તેમનું સમર્થન કર્યું હતું. ભારતે 1996 માં ગાઝામાં તેનું પ્રતિનિધિ કાર્યાલય ખોલ્યું અને બાદમાં તેને રામલ્લાહમાં સ્થાનાંતરિત કર્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1938માં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પેલેસ્ટાઈનનો આરબો સાથે એવો જ સંબંધ છે જેવો ઈંગ્લેન્ડનો અંગ્રેજો સાથે કે ફ્રાન્સનો ફ્રેન્ચ સાથે છે. પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશનના નેતા યાસર અરાફાત પૂર્વ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પોતાની મોટી બહેન માનતા હતા.
આ પણ વાંચો
હિમાલયની નીચે કયો દરિયો છુપાયેલો છે? નામ જાણીને તમે ચોંકી જશો