વિલિયમ શેટનર અવકાશમાં જનાર સૌથી વૃદ્ધ માણસ બન્યા, જેફ બેઝોસની બ્લૂ ઓરિઝિનની બીજી ઉડાણ પણ સફળ
બીજું ક્રૂ મિશન જે લોન્ચિંગથી લેન્ડિંગ સુધી માત્ર દસ મિનિટ સુધી ચાલ્યું હતું. 90 વર્ષીય શેટનર પૃથ્વી પર પાછા ફર્યા હતા
નવી દિલ્હીઃ દુનિયાના સૌથી અમીરોમાં સામેલ જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લૂ ઓરિજિનના ન્યૂ શેફર્ડ રોકેટ અને કૈપ્યૂલની બીજી ઉડાણ ભરી હતી. આ ઉડાણમાં ચાર લોકો જઇ રહ્યા છે. અર્થ ઓબ્ધરવેશન કંપની પ્લેનેટના સહ સંસ્થાપક ક્રિસ બોશુઇઝેન, 90 વર્ષીય વિલિયમ શૈટનર, બ્યૂ ઓરિજિનની વીપી ઓડ્રે પાવર્સ અને ફ્રાન્સિસ સોફ્ટવેર કંપની ડૈસો સિસ્ટમ્સના ઉપપ્રમુખ ગ્લેન ડે રીસનો સમાવેશ થાય છે. આ સાથે વિલિયમ શૈટનર અવકાશમાં જનાર સૌથી વધુ ઉંમર ધરાવનાર વ્યક્તિ બની ગયા છે.
બીજું ક્રૂ મિશન જે લોન્ચિંગથી લેન્ડિંગ સુધી માત્ર દસ મિનિટ સુધી ચાલ્યું હતું. 90 વર્ષીય શેટનર પૃથ્વી પર પાછા ફર્યા હતા અને તેમણે 82 વર્ષીય વેલી ફંક દ્વારા સ્થાપિત રેકોર્ડ તોડીને અવકાશમાં જનારા સૌથી વૃદ્ધ માણસ બન્યા હતા.
90 વર્ષીય વિલિયમ શૈટનર એક એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, રાઇટર છે. તેઓ લગભગ 60 વર્ષોથી કામ કરી રહ્યા છે. વર્ષ 1966માં તેમણે ટીવી સીરિઝ સ્ટાર ટ્રેકમાં તેમણે કેપ્ટન જેમ્સ ટી કર્કની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદ તેના પર બનેલી ફિલ્મમાં પણ તેમણે કેપ્ટન કર્કની ભૂમિકા નિભાવી હતી. વિલિયમ હાલમાં ધ હિસ્ટ્રી ચેનલ પર આવનારા કાર્યક્રમ ધ અનએક્સપ્લેન્ડના હોસ્ટ અને કો-પ્રોડ્યુસર છે.
ન્યૂ શેફર્ડ રોકેટ અને કૈપ્યૂલની બીજી ઉડાણ વેસ્ટ ટેક્સાસના વેન હોર્નમાં સ્થિત બ્યૂ ઓરિજિનની લોન્ચ સાઇટ વનથી કરાઇ હતી. ભારતીય સમય અનુસાર લોન્ચ રાત્રે 8:20 વાગ્યે થઇ હતી. લોન્ચના 90 મિનિટ અગાઉ લાઇવ ટેલિકાસ્ટ શરૂ કરાયું હતું. જેફ બેઝોસની સ્પેસ કંપની પોતાની બીજી લોન્ચિંગ હતી. બીજા મિશનમાં વિલિયમ શૈટનર અવકાશમાં યાત્રા કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા છે. તેમની ઉંમર 90 વર્ષ છે.
India Corona Cases: દેશમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં કુલ નોંધાયેલા કેસમાં આશરે 50 ટકા કેરળમાં
ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
Manmohan Singh Hospitalised: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, AIIMSમાં ભરતી