શોધખોળ કરો

ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. 

ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયા નિર્ણય મુદ્દે પત્રકારો સાથે વાત કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોરોનાના કારણે ભાગ ન લઈ શક્યા હોય તેવા વિદ્યાર્થીઓને વયમર્યાદામાં એક વર્ષની છૂટ આપવામાં આવી છે. સરકારની સીધી ભરતીમાં એક વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. 

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે કોરોનાની સ્થિતિમાં અનેક પરીક્ષાઓ , ભરતી માટે તકલીફો એ ખાસ કરીને રાજ્યના યુવાનોએ વેઠી છે, સહન કરી છે. એમાંથી એમને બહાર કાઢવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાઇ રહી છે, એમાં એક વર્ષની છૂટછાટ આપવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. 

તેમણે કહ્યું હતું કે, એક વર્ષની ભરતીમાં, જે કોમ્પિટિવ એક્ઝામો છે, એના માટે કોરોનાને કારણે કેટલીક પરીક્ષાઓ કેન્સલ થઈ, ન લેવાણી તો કેટલાક યુવાનો એલિઝિબલ ન થતા હોય, એના કારણે એક્ઝામમાં બેસી ન શકે. એમના માટે એક વર્ષની વયમર્દામાં છૂટ આપવામાં આવી છે. 1-9-2021થી 31-8-2022 સુધી સરકારની સીધી ભરતીમાં આ નિયમ લાગુ પડશે. સ્નાતક અને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોની વય મર્યાદા 35 હતી, જે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે હવે 36 વર્ષની વયમર્યાદ રહેશે. સ્નાતકથી નીચેની લાયકાત કક્ષામાં બિન અનામત પુરુષની વય મર્યાદા 33 હતી, જે વધારીને 34 વર્ષ કરવામાં આવી છે. એસ.ટી., એસસી અને ઓબીસી અને આર્થિક રીતે નબળા કેટેગરીમાં પુરુષ ઉમેદવારો, આ કક્ષામાં સ્નાતક માટેની હાલની વય મર્યાદા 40 હતી, જેમાં એક વર્ષનો વધારો કરી 41 કરાઈ છે. આ કક્ષામાં સ્નાતકથી નીચેની કેટેગરી માટે વય મર્યાદા 38 હતી, જેમાં વધારો કરીને 39 કરવામાં આવી છે. 

તેમણે કહ્યું હતું કે, મહિલા અનામત કેટેગરીમાં મહિલાઓને 5 વર્ષની છૂટછાટ જે મળતી હોય છે , એ પછી સરકારી ભરતીમાં 45 વર્ષની વય મર્યાદા હોય છે, તેને યથાવત રાખવામાં આવી છે. તેમને કોઈ વધારાની છૂટછાટ આપવામાં આવી નથી. મહિલા અનામતમાં સ્નાતકથી નીચેની કેટેગરીમાં હાલ 38 વર્ષની વય મર્યાદા છે, જેમાં એક વર્ષનો વધારો કરીને 39 કરવામાં આવી છે. જ્યારે સ્નાતક કક્ષામાં એક વર્ષનો વધારો કરીને 41 કરવામાં આવી છે. તો એસસી, એસટી, ઓબીસી અને ઇબીસી વર્ગની સ્નાતકથી નીચેની મહિલા કક્ષામાં વય મર્યાદા 43થી વધારીને 44 કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો
જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો
MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?
MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 
ક્રેડિટ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, બેંક હવે વધારે લેટ ફી વસૂલશે, જાણો વિગતો 
Embed widget