26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને.......
અમેરિકામાં એક નર્સને પોતાની સાથે કામ કરતા ડોક્ટર અને તેની પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી ત્રણેય હવે સાથે રહેવા લાગ્યા છે.
અમેરિકામાં એક નર્સને પોતાની સાથે કામ કરતા ડોક્ટર અને તેની પત્ની સાથે પ્રેમ થઈ ગયો હતો. આ પછી ત્રણેય હવે સાથે રહેવા લાગ્યા છે. હકીકતમાં, 26 વર્ષની ન્યૂયોર્ક સ્થિત નર્સ રેબેકા બોનો ઓફિસમાં 29 વર્ષીય ડૉ. માર્ટી કોલને મળી હતી. પહેલા બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી.
પછી જ્યારે રેબેકાને ખબર પડી કે માર્ટી 29 વર્ષની નતાશા નામની મહિલા સાથે રિલેશનશિપમાં છે અને બંનેની સગાઈ પણ થઈ ગઈ છે. ત્યારે રેબેકાએ વિચાર્યું કે એક દિવસ માર્ટીની મંગેતરને મળવામાં આવે. ત્યારબાદ જ્યારે ત્રણેય વચ્ચે મુલાકાત થઈ તો તો તેમને ખબર નહોતી કે ત્યારબાદ તેમની જિંદગી એકદમ બદલાઈ જશે.
રેબેકાએ જણાવ્યું કે કોરોનાના કારણે શહેરમાં લોકડાઉન હતું અને તમામ ઓફિસ પણ બંધ હતી. ત્યારે અમે ત્રણેય હંમેશા એકસાથે સમય પસાર કરતા હતા. ક્યારેક કુતરાઓને સાથે ફેરવવા, ડિનર કરવું અને સાથે જ પાર્ટીમાં જવાનું. મે 2020માં અમે ફિલ કર્યું કે અમે વધુ પડતો સમય સાથે પસાર કરીએ છીએ. જે રીતે કોઈ કપલ પસાર કરતું હોય. પછી અમે અનુભવ્યું કે અમે ત્રણેય રિલેશનશિપમાં છીએ પરંતુ ટૂંક સમયમાં માર્ટી અને નતાશાના લગ્ન થવાના હતા. ત્યારે અમે થોડા અસમંજસમાં હતા કે શું કરવું જોઈએ.
તેણે જણાવ્યું કે, પછી મે ઈન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા સાઈટ્સ પર જોવાનું શરુ કર્યું કે શું કોઈ અમારી જેમ કોઈ અન્ય લોકો છે જે એક સાથે રિલેશનમાં રહીને પરિવારને આગળ વધારી રહ્યા હોય.
રેબેકાએ કહ્યું હું ખૂબ જ અસમંજસમાં હતી કે શું હું તેમના લગ્ન એટેન્ડ કરુ કે નહી. તેના પર એ બંનેએ કહ્યું કે જો હું તેમના લગ્નમાં આવીશ તો તેમને સારુ લાગશે. તેણીએ આગળ કહ્યું, "સારું, તે દિવસ પણ આવી ગયો છે જ્યારે હું તેના લગ્નમાં આવી છું. મારા માતા-પિતા પણ લગ્નમાં આવ્યા હતા. પરંતુ મેં તેને માત્ર એટલું જ કહ્યું કે અમે ત્રણેય માત્ર સારા મિત્રો છીએ. તેઓ જાણતા ન હતા કે હું બાયસેક્સ્યુઅલ છું. અને તેમને એ પણ ખબર નહોતી કે માર્ટી અને રેબેકા રિલેશનશિપમાં હતા.
રેબેકાએ જણાવ્યું, પરંતુ માર્ટી અને નતાશાના લગ્ન બાદ પણ અમારા ત્રણેયના સંબંધો પહેલા જેવા જ છે. અમે ત્રણેય હાલ પણ સાથે જ રહીએ છીએ જેમ પહેલા રહેતા હતા. હવે હું મારુ ઘર છોડી તેમના ઘરે શિફ્ટ થઈ ગઈ છું. પહેલા મારા માતાપિતાને આ સંબંધને લઈ થોડી મુશ્કેલી હતી. પરંતુ જ્યારે તેમણે જોયું કે હું આ બંને સાથે ખુશ છું, તો હવે તેઓ પણ સપોર્ટ કરે છે.