(Source: ECI/ABP News/ABP Majha)
પાવર ઈન્ડેક્ષઃ કોણ છે દુનિયાની 10 સૌથી શક્તિશાળી મિલીટ્રી, જાણો રશિયા અને ભારતનો ક્રમ
ભારત મિલીટ્રી શક્તિમાં ચીનથી એક ક્રમ નીચે આવે છે. એવું ઘણી વખત બન્યું છે કે, ભારતની સેનાએ ચીનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હોય.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર સમગ્ર દુનિયાની નજર છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. આ યુદ્ધને ત્રીજુ વિશ્વ યુદ્ધ પણ કહેવાઈ રહ્યું છે. રશિયાની મિલીટ્રી યુક્રેનને બધી રીતે બરબાદ કરવા માટે સક્ષમ છે. રશિયાનો સમાવેશ શક્તિશાળી દેશોમાં થાય છે. શક્તિશાળી દેશોની વાત આવે ત્યારે દેશનો મિલીટ્રી પાવર પણ ધ્યાને લેવાય છે. ત્યારે આવો જાણીએ દુનિયાના એવા 10 દેશોનો પાવર ઈન્ડેક્ષ અને તેમનો ક્રમ.
1. મિલીટ્રીની શક્તિના આધારે જોઈએ તો આ યાદીમાં સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે. અમેરિકાની સેનાને સૌથી શક્તિશાળી સેના માનવામાં આવે છે. ઘણાં પરિબળોને ધ્યાને રાખ્યા બાદ અમેરિકાને આ સ્થાન મળ્યું છે. અમેરિકા 700 બિલીયન ડોલરનું સંરક્ષણ બજેટ ધરાવે છે.
2. આ યાદીમાં બીજા ક્રમે રશિયાની સેના આવે છે. રશિયાની સેના પણ ઘણી પાવરફુલ છે. રશિયાની સેનાનો પાવર ઈન્ડેક્ષ 0.0501 છે અને રશિયાની સેનામાં 9 લાખ જેટલા સક્રિય સૈનિક છે.
3. ત્રીજા નંબર ચીનની મિલીટ્રી આવે છે. ચીનની સેનામાં 20 મિલીયન સક્રિય સૈનિકો છે. આ દેશની મિલીટ્રી પાસે સૌથી વધુ કામ લેવામાં આવે છે. ચીનનો પાવર ઈન્ડેક્ષ 0.0511 છે.
4. આ યાદીમાં ભારતનો ક્રમ ચોથો છે. ભારત મિલીટ્રી શક્તિમાં ચીનથી એક ક્રમ નીચે આવે છે. એવું ઘણી વખત બન્યું છે કે, ભારતની સેનાએ ચીનની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હોય. ભારતનો પાવર ઈન્ડેક્ષ 0.0979 છે.
5. મિલીટ્રી શક્તિની આ યાદીમાં જાપાન પાંચમા ક્રમે આવે છે. જાપાનનો પાવર ઈન્ડેક્ષ 0.1195 છે. જાપાને બીજા વિશ્વયુદ્ધમાં મહત્વની ભુમિકા ભજવી હતી અને જાપાનના બે શહેરો પર અમેરિકાએ પરમાણુ બોમ્બ પણ ફેંક્યા હતા.
શક્તિશાળી દેશોની યાદીમાં છઠ્ઠા ક્રમે દક્ષિણ કોરિયા અને સાતમા ક્રમે ફ્રાંસ આવે છે. ફ્રાંસનો પાવર ઈન્ડેક્ષ 0.1283 છે. આ યાદીમાં ઉત્તર કોરિયાનો સમાવેશ નથી કરાયો કારણ કે, ઉત્તર કોરિયાનો તાનાશાહ પોતાની મિલીટ્રીની માહિતી દુનિયાથી છુપાવીને રાખે છે. આ યાદીમાં 9મું સ્થાન પાકિસ્તાનનું છે. જ્યારે શક્તિશાળી દેશોમાં દસમા નંબર પર બ્રાઝીલ આવે છે. બ્રાઝીલ દેશનો પાવર ઈન્ડેક્ષ 0.1695 છે. યુદ્ધમાં ઘેરાયેલા યુક્રેન દેશનો 10 શક્તિશાળી દેશની સેનાની યાદીમાં સમાવેશ થતો નથી.