દુબઇમાં ખુલ્યો દુનિયાનો સૌથી મોંઘો સ્વિમિંગ પુલ, એક કલાક નહાવાનો ચાર્જ છે હજારોમાં, જાણો વિગતે
આ સ્વિમિંગ પુલ ખાસયિત તેની ઉંડાઇ છે, આની ઉંડાઇ ૬૦ મીટર જેટલી છે. સ્વિમિંગ પુલનું નામ ડીપ ડ્રાઇવ દુબઇ રાખવામાં આવ્યું છે.
દુબઇઃ દુબઇમાં. ખરેખરમાં આ સ્વિમિંગ પુલ હવે દુનિયાનો સૌથી ઊંડો સ્વિમિંગ પુલ બની ગયો છે. સંયુકત અરબ અમિરાત અને ખાડી દેશોના સૌથી મોટા શહેર દુબઇમાં પૃથ્વી પરનો સૌથી મોટો અને ઊંડો સ્વિમિંગ પુલ તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્વિમિંગ પુલ ખાસયિત તેની ઉંડાઇ છે, આની ઉંડાઇ ૬૦ મીટર જેટલી છે. સ્વિમિંગ પુલનું નામ ડીપ ડ્રાઇવ દુબઇ રાખવામાં આવ્યું છે. આ ફક્ત સ્વિમિંગ પુલ જ નથી પરંતુ તરવૈયાઓ માટેનુ સ્વર્ગ પણ ગણાય છે, કેમકે આ સ્વિમિંગ પુલમાં ડાઇવના શોખીન તરવૈયાઓને ૬૦ મીટર ઉંડે સુધી ડુબકી મારવાનો મોકો મળે છે. ૬૦ મીટર ઉંડો એટલે કે આ સ્વિમિંગ પુલ ૨૦૦ ફૂટ જેટલો ઉંડો છે, અને આમાં ૧.૪૬ કરોડ લીટર પાણી સમાય છે. આમાં વાગતુ ધીમું સંગીત અને ઝગમગતી રંગીન લાઇટો આ સ્વિમિંગ પુલને વધુ આકર્ષક બનાવે છે.
ફીની વાત કરીએ તો, દુનિયાના આ સૌથી મોટા સ્વિમિંગ પુલ, દુબઇમાં એક કલાક નહાવાનો ચાર્જ 10 હજાર રૂપિયાથી પણ વધુ છે. ખાસ વાત છે કે, જો છેક તળિયા સુધી ડાઇવ લગાવવી હોય તો તમારે ૩૦ હજાર રૂપિયા ખર્ચ કરવો પડે છે. ડીપ ડાઇવ દુબઇના આ સ્વિમિંગ પુલનો આકાર સીપ જેવો છે જે સ્વિમિંગ પૂલની યૂએઇ પર્લ ડાઇવિંગ પરંપરાને સમર્પિત છે. દુબઇમાં ૮૨૮ મીટર ઉંચી અને ૧૬૦ માળ ધરાવતી બુર્જ ખલીફા, ઉપરાંત હવે દુનિયાનૌ સૌથી મોટો સ્વિમિંગ પુલ પણ બની ગયો છે, સ્કૂબા ડાઇવર્સ માટે વિવિધ પ્રકારના કોર્સ પણ ઉપલબ્ધ છે આ ઉપરાંત અહીં એમેચ્યોર ડાઇવર્સ માટે ફમ કેમેરા સાથે પૂલમાં અલગ અલગ મૂડની ૧૬૪ લાઇટસ લગાવવામાં આવી છે. ભવિષ્યમાં આ પુલમાં ૮૦ બેઠકોનું એક રેસ્ટોરન્ટ પણ ખોલવાની યોજના છે, જ્યાં મીટિંગ્સ, ઇવેન્ટસ અને કોન્ફરન્સનું સરળતાથી આયોજન કરી શકાશે.
પાણીને શુદ્ધ રાખવા માટે અદ્યતન ટેકનોલૉજીનો ઉપયોગ કરાય છે....
આ પૂલના ફ્રેશ પાણીને દર છ કલાકે નાસા દ્વારા વિકસિત કરવામાં આવેલી ફિલ્ટર ટેકનોલોજી અને અલ્ટ્રા વાયલેટ રેડિએશનથી ફિલ્ટર કરવામાં આવશે. પૂલના તાપમાનમાં તરવૈયાઓની સગવડતા માટે ૩૦ ડિગ્રી સેલ્સિયસ સુધી મેન્ટેન કરવામાં આવશે. સ્કૂબા ડાઇવિંગની દુનિયા વિકસિત કરવામાં યોગદાન આપનારા જોરોડ જેબલોંસ્કી ખિદ ડીપ ડાઇવ દુબઇના ડાયરેકટર છે.