શોધખોળ કરો
Morning Vastu Tips: સવારે ઉઠતા જ જો આ 4 વૃક્ષોના કરી લેશો દર્શન, તો તમામ દુખો થઈ જશે દૂર
Morning Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પવિત્ર વૃક્ષોના દર્શનથી દિવસની શરૂઆત કરવાથી મનને શાંતિ મળે છે અને સકારાત્મક ઉર્જા પણ મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

હિન્દુ ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષનું વિશેષ મહત્વ છે. પવિત્ર વૃક્ષોને જોવાથી અથવા તેમની નજીક સમય પસાર કરવાથી મન શાંત થાય છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સવારે ઉઠતાની સાથે જ અમૂક ખાસ વૃક્ષો જોવાથી દિવસભર સકારાત્મક ઊર્જા રહે છે.
2/6

બીલીપત્ર: ભગવાન શિવ સાથે બીલીપત્ર સંકળાયેલું છે. એવું માનવામાં આવે છે કે સવારે બીલીપત્રને જોવાથી માનસિક તકલીફ ઓછી થાય છે અને ગંભીર પરિસ્થિતિઓમાં પણ હિંમત જળવાઈ રહે છે.
3/6

તુલસી: જો કોઈ સવારે વહેલા ઉઠીને તુલસીનો છોડ જોવે છે તેને દેવી લક્ષ્મીના દર્શન થયા હોવાનું માનવામાં આવે છે. કારણ કે તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી તુલસીના છોડને જળ ચઢાવવું અને તેની પૂજા કરવી પણ અત્યંત શુભ અને સકારાત્મક માનવામાં આવે છે.
4/6

આસોપાલવ: જો તમારા ઘરમાં અથવા નજીકમાં કોઈ આસોપાલવનું વૃક્ષ હોય તો સવારે તેના દર્શન અવશ્ય કરો. પુરાણમાં આસોપાલવ વૃક્ષનું વર્ણન એક શુભ વૃક્ષ તરીકે કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જ્યાં આસોપાલવ વૃક્ષ હોય છે, ત્યાં બધા કાર્યો અવરોધો વગર પૂર્ણ થાય છે.
5/6

આમળા: આયુર્વેદ અને હિન્દુ ધર્મ બંનેમાં આમળાને શુભ માનવામાં આવે છે. સવારે આમળાનું ઝાડ જોવાથી સારું સ્વાસ્થ્ય રહે છે અને શરીરમાં સકારાત્મક ઊર્જા વધે છે. આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
6/6

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published at : 01 Dec 2025 03:57 PM (IST)
આગળ જુઓ
Advertisement





















