શોધખોળ કરો
Diwali 2022 Calendar: ધનતેરસ, નરક ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા અને ભાઈદૂજ ક્યારે છે? જાણો વિગતે
Diwali 2022 Calendar: દિવાળીનો તહેવાર 5 દિવસ માટે ઉજવવામાં આવે છે. જે ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈ દૂજ પર સમાપ્ત થાય છે. ચાલો જાણીએ આ વર્ષે ધનતેરસ, નરક ચતુર્દશી, દિવાળી, ગોવર્ધન પૂજા, ભાઈદૂજ ક્યારે છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ધનતેરસનો તહેવાર આ વખતે 22 અને 23 ઓક્ટોબર 2022ના બે દિવસ માટે ઉજવવામાં આવશે, આ દિવસે ભગવાન ધનવંતરી, લક્ષ્મી, કુબેર દેવની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ કાળમાં યમના નામે દીવો પ્રગટાવવામાં આવે છે. બંને દિવસો ખરીદી માટે શુભ છે, જ્યારે પૂજા 22 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 7.10 થી 8.24 PM સુધી કરવામાં આવશે.
2/5

આ વર્ષે 24 ઓક્ટોબર 2022ના રોજ નરક ચતુર્દશી છે. આ દિવસે સૂર્યોદય પહેલા તેલ-માલીશ કરીને સ્નાન કરવામાં આવે છે અને સાંજે દીવો પ્રગટાવવામાં આવે છે. સ્નાન કરવાનો સમય સવારે 05.11 થી 06.31 સુધીનો છે. તેને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે
Published at : 20 Oct 2022 06:28 AM (IST)
આગળ જુઓ





















