Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
અમદાવાદના ઘાટલોડિયાની એક સોસાયટી 35 વર્ષે ગેરકાયદેસર જાહેર થતા પરિવારો પર આફત વરસી પડી છે. બિલ્ડરના પાપે રહીશોને માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ છે. છેલ્લા 35 વર્ષથી અસ્તિત્વ ધરાવતી સ્નેહાંજલિ કો- ઓપરેટિવ સોસાયટીની પ્રશાસન તરફથી ગેરકાયદેસર જાહેર કરવામાં આવી છે. જેના પગલે સોસાયટીમાં રહેતા 25 પરિવારને હવે માથેથી છત ગુમાવવી પડી શકે છે. વર્ષ 1986માં અંજના બિલ્ડર તરફથી ONGCના કર્મચારીઓને વેચવામાં આવેલા આ મકાનોની કાયદેસરતા પર 35 વર્ષ બાદ સવાલ ઉઠતા હાલના રહેવાસીઓએ સરકાર સમક્ષ વૈકલ્પિક આવાસની માગ કરાઈ છે... આ પરિવારો પાસે તમામ દસ્તાવેજ અને બેંક લોનના કાગળો હોવા છતાં તેમને ઘર છોડવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ. સમગ્ર વિવાદનું મૂળ એવુ છે કે બિલ્ડર કાંતિભાઈ તરફથી મૂળ ફાળવેલા પ્લોટના બદલે અન્ય બિલ્ડરના પ્લોટ પર સોસાયટીનું બાંધકામ કરી વેચી દેવામાં આવ્યા હતાં. વર્ષ 2006 સોસાયટીના રહેવાસીઓને અખબારના માધ્યમથી ગેરકાયદે બાંધકામ વિશે જાણ થઈ હતી. મૂળ પ્લોટના માલિક બિલ્ડરે પોતાનો પ્લોટ પાછો માગતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. નીચલી કોર્ટ રહેવાસીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 3.71 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જે રકમ બિલ્ડર તરફથી ભરવામાં પણ આવી હતી. તેમ છતાં મૂળ પ્લોટ માલિકને વૈકલ્પિક પ્લોટ ન મળતા કાયદાકીય ગૂંચવણ યથાવત રહી હતી.





















