Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ધૂલિયા ચોકડી પાસે એકસાથે 11થી વધુ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી.
સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ધૂલિયા ચોકડી પાસે એકસાથે 11થી વધુ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકના ભંગારના કારણે આગે પળવારમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગના પગલે પ્રાંત અધિકારી તરફથી મેજર કોલ જાહેર કરાયો હતો.. જેના કારણે બારડોલી, કામરેજ અને વ્યારાના 15થી વધુ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આગ પર કાબૂ મેળવવામાં આંશિક સફળતા મળી છે.





















