શોધખોળ કરો
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થી પર મૂર્તિની સ્થાપના માટે આ છે શુભ મુહૂર્ત, આ બાબતોનું રાખો ધ્યાન
Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે.એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો

ભગવાન ગણેશજી
1/7

Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીના દિવસે લોકો ભગવાન ગણેશજીનું પોતાના ઘરમાં સ્થાપન કરે છે અને તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે તે સુખ અને સમૃદ્ધિ લાવે છે. ગણેશ ચતુર્થી પર પૂજાનો સમય અને નિયમો જાણો. 7મી સપ્ટેમ્બર 2024ના રોજ ગણેશજીની સ્થાપના માટેનો શુભ સમય સવારે 11:10 થી બપોરે 01:39 સુધીનો છે.
2/7

10 દિવસ સુધી બાપ્પાની પૂજા કરતી વખતે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખો. જેમ કે ભગવાન ગણેશજીની પૂજામાં સૂકા ફૂલ, તુલસી, કેતકીના ફૂલ, તૂટેલા ચોખા વર્જિત માનવામાં આવે છે.
3/7

ગણેજીની સિંદૂરી મૂર્તિને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
4/7

ગણેશ ઉત્સવ દરમિયાન ભગવાન ગણેશજી ઘરમાં બિરાજે છે ત્યારે ઘરને ક્યારેય બંધ ના રાખો. જ્યાં તેમની મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં અંધારુ રાખો નહીં. દરરોજ સવાર-સાંજ આરતી કરવાનું ભૂલશો નહીં.
5/7

ભગવાન ગણેશજીની મૂર્તિ પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેમાં ઉંદર હોવો જોઈએ. મુષક એટલે કે ઉંદર ગણપતિનું વાહન છે. એવું માનવામાં આવે છે કે ઉંદર વિના ગણેશ મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.
6/7

ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં હંમેશા બેસવાની મુદ્રામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરો. શાસ્ત્રો અનુસાર ગણપતિજીનું બેસવું ધનનું પ્રતિનિધિત્વ કરે છે.
7/7

ભગવાન ગણેશજીની ડાબી બાજુની સૂંઠવાળી મૂર્તિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મૂર્તિને વામુખી ગણપતિ કહે છે. તેમની પૂજાથી બાપ્પા જલ્દી પ્રસન્ન થઈ જાય છે.જો ભગવાન ગણેશજીની ઘરમાં સ્થાપન કર્યું છે અને તમે 10 દિવસ પહેલા મૂર્તિનું વિસર્જન કરવા માંગતા હોવ તો ગણેશજીની દોઢ, ત્રણ કે પાંચ દિવસ પૂજા કરો. આ પછી જ કોઈ શુભ સમયે વિસર્જન કરો.
Published at : 30 Aug 2024 11:47 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
