શોધખોળ કરો
Shani Dev: આ ત્રણ રાશિના જાતક પર શનિદેવની રહે છે વિશેષ કૃપા, આરાધનાથી બનશે બગડેલા કાર્ય
Shani Dev: દરેક વ્યક્તિ ન્યાયના દેવતા શનિદેવની કુદષ્ટીથી ડરે છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર શનિદેવની અવકૃપા નથી વરસતી. આ રાશિ પર શનિદેવની સદૈવ કૃપા રહે છે

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર સારા કે ખરાબ ફળ આપે છે. આ જ કારણ છે કે તેમને ન્યાયનો ભગવાન અથવા મેજિસ્ટ્રેટ કહેવામાં આવે છે. શનિદેવની ખરાબ નજરથી બચવા માટે લોકો માત્ર શનિદેવની પૂજા જ નથી કરતા પરંતુ અનેક ઉપાયો પણ કરે છે. પરંતુ કર્મના સ્વામી શનિદેવ હંમેશા તેમના આશીર્વાદ ફક્ત એવા લોકો પર જ વરસાવે છે જેઓ મહેનતુ અને સારા કાર્યો કરે છે.
2/6

અન્ય ગ્રહોની જેમ, શનિ પણ સમયાંતરે તેની રાશિમાં ફેરફાર કરે છે અને અસ્ત અથવા ઉદય થાય છે, જે તમામ રાશિઓને અસર કરે છે. આવી સ્થિતિમાં દરેક રાશિના લોકોના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેમને શનિની સાડાસાતી કે પનતીનો સામનો કરવો પડે છે.
3/6

જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ રાશિઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના પર શનિદેવ મહેરબાન રહે છે અને તેમના પર શનિદેવની વિશેષ કૃપા છે. એટલું જ નહીં અન્ય રાશિઓની સરખામણીમાં શનિની અશુભ દૃષ્ટિ, સાડાસાત, પનોતી શનિ દોષનો પ્રભાવ આ રાશિઓ પર ઓછો પડે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે
4/6

તુલા: તુલા રાશિનો શાસક ગ્રહ શુક્ર છે અને શનિ આ રાશિમાં ઉચ્ચ છે. આ કારણે શનિદેવ તુલા રાશિના લોકો પર કૃપાળુ રહે છે અને જો શનિની સાડા સતી કે પનોતી તેમના રાશિમાં આવે તો પણ તેની વધારે અસર થતી નથી.
5/6

મકર: આ રાશિનો અધિપતિ ગ્રહ શનિ મહારાજ સ્વયં છે. તેથી મકર રાશિના લોકો પર પણ શનિદેવની વિશેષ કૃપા રહે છે. મકર રાશિવાળા લોકો મહેનતુ, સક્રિય અને પ્રમાણિક હોય છે. એટલા માટે શનિદેવ આ રાશિના લોકો પર પોતાની કૃપા વરસાવે છે.
6/6

કુંભ: મકર રાશિની જેમ કુંભ રાશિનો શાસક ગ્રહ પણ શનિ છે. કુંભ રાશિના લોકો શાંત સ્વભાવના હોય છે અને તેમના કાર્યોમાં વધુ વિશ્વાસ હોય છે. તેથી, શનિની ખરાબ નજર પણ મકર રાશિના લોકો પર પડતી નથી.
Published at : 17 Feb 2024 07:47 AM (IST)
આગળ જુઓ
Advertisement