શોધખોળ કરો
આજથી CBSE બોર્ડની પરીક્ષા શરૂ થશે, કેન્દ્રની અંદર ન કરવી આ ભૂલ, આ વિદ્યાર્થીઓને મળી છે વિશેષ છૂટ
CBSE Board Exam 2024 Guidelines: CBSE બોર્ડની પરીક્ષા આજથી એટલે કે 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. લગભગ 35 લાખ વિદ્યાર્થીઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન 10મી અને 12મીની પરીક્ષા આપશે.
પ્રતિકાત્મક તસવીર
1/7

CBSE Board Exam 2024 Guidelines: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી, 2024થી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડની પરીક્ષા 2024 માટે લગભગ 35 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વિદેશમાં CBSE બોર્ડ સાથે જોડાયેલી શાળાઓ હોવાથી ત્યાં પણ આ પરીક્ષા લેવામાં આવે છે. CBSE બોર્ડે ઉમેદવારો માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે.
2/7

તમે CBSE બોર્ડ પરીક્ષા 2024 ની ડેટશીટ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ચકાસી શકો છો. CBSE બોર્ડ પહેલાથી જ વિદ્યાર્થીઓ માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની યાદી બહાર પાડી ચૂક્યું છે. આ સાથે એક નોટિસ પણ બહાર પાડવામાં આવી છે કે બોર્ડની પરીક્ષાને લગતી અફવાઓ, પેપર લીક અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તમે CBSE બોર્ડની પરીક્ષા 2024 આપવા જઈ રહ્યા છો તો જાણો પરીક્ષા કેન્દ્રની અંદર શું કરવું અને શું ન કરવું.
Published at : 15 Feb 2024 06:54 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















