શોધખોળ કરો
India Post Jobs 2022: ભારતીય પોસ્ટ વિભાગમાં પડી ભરતી, 10મું પાસ ઉમેદવારો કરે અરજી, 63000નો પગાર મળશે
પ્રતિકાત્મક તસવીર
1/6

ભારતીય પોસ્ટ ભરતી 2022 અંતર્ગત ડ્રાઈવરની જગ્યા માટે ભરતી પડી છે. આ ભરતીની ખાસ વાત એ છે કે આ ભરતીમાં 10મું પાસ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. આ ભરતીમાં પાસ થનાર ઉમેદવારોને 63,000 સુધીનો પગાર મળશે. અરજી કરતી વખતે ધ્યાન રાખવાની વાત એ છે કે, આ ભરતીમાં ફક્ત ઓફલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન અરજી કરનારની અરજી નહી સ્વીકારવામાં આવે.
2/6

ભારતીય પોસ્ટ વિભાગના સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2022 છે. 15 માર્ચની સાંજે 6 વાગ્યા સુધી અરજી આપનાર ઉમેદવારની અરજી માન્ય ગણાશે.
Published at : 23 Feb 2022 12:43 PM (IST)
આગળ જુઓ





















