શોધખોળ કરો
Railway Jobs 2025: રેલવેમાં 6000થી વધુ પદો પર અરજી કરવાની ડેડલાઈન વધી, 10 પાસ પણ કરી શકશે અરજી
RRB Railway Recruitment 2025 Application Form: ભારતીય રેલવે ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એ રેલવે ટેકનિશિયન ભરતી માટે અરજી કરવાની વધુ એક તક આપી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

RRB Railway Recruitment 2025 Application Form: ભારતીય રેલવે ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી બોર્ડ (RRB) એરેલવેટેકનિશિયન ભરતી માટે અરજી કરવાની વધુ એક તક આપી છે. જે ઉમેદવારોએ હજુ સુધી આ સરકારી નોકરી માટે અરજી કરી નથી તેઓ હવે 7 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે.
2/6

રેલવે ભરતી 2025 અભિયાન દ્વારા વિવિધ ઝોનમાં કુલ 6238 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આમાં ટેકનિશિયન ગ્રેડ-1 સિગ્નલ પોસ્ટ પર 183 ખાલી જગ્યાઓ અને ટેકનિશિયન ગ્રેડ-3 પોસ્ટ પર કુલ 6055 ખાલી જગ્યાઓ સામેલ છે. ટેકનિશિયન ગ્રેડ III ફિટર (PU & WS) પોસ્ટ પર સૌથી વધુ 2106 ખાલી જગ્યાઓ છે. તમે સૂચનામાં પોસ્ટ મુજબ ખાલી જગ્યાઓની વિગતો ચકાસી શકો છો.
Published at : 31 Jul 2025 11:44 AM (IST)
આગળ જુઓ





















