શોધખોળ કરો
SBI Vacancy 2025: SBIમાં બે નવી ભરતી માટે નોટિફિકેશન જાહેર, જાણો અરજી કરવાની પ્રક્રિયા?
SBI Recruitment 2025: SBI એ એક સાથે બે ભરતીઓ માટે જાહેરાત બહાર પાડી છે. આમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) અને રિવ્યુઅર માટેની ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

SBI Recruitment 2025: SBI એ એક સાથે બે ભરતીઓ માટે જાહેરાત બહાર પાડી છે. આમાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) અને રિવ્યુઅર માટેની ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે. બંને ભરતી માટેની સત્તાવાર સૂચનાઓ બેન્કની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર ઉપલબ્ધ છે. જે ઉમેદવારો ઓનલાઈન પણ ચકાસી શકે છે.
2/5

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ 2 એપ્રિલથી આ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં ઉમેદવારો છેલ્લી તારીખ 22 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકે છે. SBI સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ની 05 અને ERS રિવ્યૂઅરની 30 પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે.
3/5

SBI SCO ઓફિસરની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે ભારતીય અથવા આંતરરાષ્ટ્રીય વ્યાપાર શાળાઓમાંથી ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે MBA/એક્ઝિક્યુટિવ MBA ડિગ્રી (02 વર્ષ) હોવી આવશ્યક છે. ઉપરાંત વ્યક્તિ પાસે 10 વર્ષનો કાર્ય અનુભવ હોવો આવશ્યક છે. આમાંથી 3 વર્ષ BFSI/નેતૃત્વ/વર્તણૂકીય વિજ્ઞાન વગેરે અથવા કોલેજ/સંસ્થામાં ડીન/વિભાગના વડા તરીકે ગાળેલા હોવા જોઈએ. SMGS-IV/V ગ્રેડના નિવૃત્ત SBI/e-AB ઉમેદવારો જ SBI ERS રિવ્યુઅર પોસ્ટ માટે અરજી કરવા પાત્ર છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચનામાંથી લાયકાત સંબંધિત વિગતવાર માહિતી પણ ચકાસી શકે છે.
4/5

SBI રિવ્યુઅરના પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પગાર 50,000 થી 65,000 રૂપિયાની વચ્ચે રહેશે. ઉમેદવારોની પસંદગી સીધી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ 100 ગુણનો રહેશે. જેમાંથી લાયકાતના ગુણ બેન્ક દ્વારા નક્કી કરવામાં આવશે. સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરના પદ માટે લઘુત્તમ વય અને મહત્તમ વય અલગથી નક્કી કરવામાં આવી છે. જે 28-55 વર્ષની ઉંમરનો છે. આ ખાલી જગ્યાઓ કોલકાતા માટે છે.
5/5

આ બંને ભરતીઓ કરાર આધારિત છે. બંને ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે ઉમેદવારો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Published at : 04 Apr 2025 12:45 PM (IST)
આગળ જુઓ
Advertisement