શોધખોળ કરો
Advertisement

આ એક્ટ્રેસ 18 કિલો વજન ઘટાડીને લાગી રહી છે હોટ, ક્યા મંદિરમાં જઈને સોમવારે ઉપવાસનો નિર્ણય લીધો એ ફળ્યો?

Tanushree_Dutta_14
1/9

મુંબઇઃ એક સમયે જાડી મનાતી અભિનેત્રી તનુશ્રી દત્તા 18 મહિનામાં 18 કિલો વજન ઉચારીને સ્લીમ-ટ્રીમ થઈ છે. તનુશ્રી દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મૂક્યો છે કે જેમાં તે અગાઉ કરતાં ગણી ચુસ્ત દેખાય છે અને તેનું વજન પણ ઓછું થઈ ગયું હોય એવું દેખાય છે.
2/9

ઘણાં લોકોએ તનુશ્રીને હોટ અને સેક્સી લાગતી હોવાનું જણાવીને વખાણ પણ કર્યાં હતાં. ઘણાંએ તનુશ્રી અગાઉ કરતાં તો એ વધુ રૂપાળી અને આકર્ષક લાગી હોવાની કોમેન્ટ પણ કરી હતી.
3/9

આ મુદ્દે તનુશ્રીએ કહ્યું કે, આ વીડિયો જોયા લોકો વિચારવા લાગ્યા કે ઓચિંતુ આ બધું કેવી રીતે થયું. આ કંઇ અણધાર્યું નથી થયું. મેં વજન ઓછું કરવાની શરૂઆત છેક સપ્ટેમ્બર, 2019થી કરી હતી. 18 મહિનામાં 18 કિલો વજન ઓછું કર્યું હતું. આ માટે ખૂબ જ ફોકસ રાખી મહેનત કરી છે.
4/9

તનુશ્રીનો દાવો છે કે, ઉજ્જૈનના એક મંદિરની મુલાકાતે ગઇ એ પછી મેં શરીરને ચુસ્ત બનાવવા કસરત કરવાનો-વર્કઆઉટ કરવાનો તથા અઠવાડિયામાં એક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો.
5/9

તનુશ્રીનો દાવો છે કે, ઉપવાસ પછી મને ઘણું સારું લાગવા માંડયું આથી મેં દર સોમવારે ઉપવાસ ચાલુ રાખ્યા. મારું શરીર હલતું થવા માંડ્યું અને હળવું લાગવા માંડયું તેથી મેં ઉપવાસ ચાલુ રાખ્યા અને નિયમિત રીતે વર્ક-આઉટ પણ ચાલુ રાખ્યું.
6/9

તનુશ્રીનું કહેવું છે કે, મને લાગવા માંડયું કે મારું વજન ઓછું થવા લાગ્યું છે એ પછી મેં એક ટ્રેનર રાખી લીધો જેથી હું વધુ સઘન રીતે વર્ક-આઉટ કરી શકું. બાદમાં મેં મારા ડાયેટમાં પણ ફેરફાર કર્યા અને કાર્બોહાઇડ્રેટ, સુગર, ગ્લુટેન મારા ડાયેટમાં લેવાના બંધ કર્યા અને સૂપ, સલાડ અને જ્યુસ લેવાનું શરૂ કર્યું.
7/9

તનુશ્રી પોતાનું વજન ઘટ્યું તેને ચમત્કાર ગણાવતાં કહે છે કે ડાયેટમાં ફેરફાર કર્યા પછી તો મારા શરીરમાં ચમત્કાર થયો હોય એમ 80 કિલોનું શરીર ઘટીને ૬૨ કિલોનું થઇ ગયું છે.
8/9

તનુશ્રીનું કહેવું છે કે, હવે મન ફિલ્મોની ઓફરો મળી રહી છે ને 'લોકોનું ધ્યાન મારા ભણી આકર્ષાયું છે. પાતળી થઇ એ કારણ તો હશે જ પણ હું વધુ ઉર્જાત્મક લાગવા માંડી એ કારમે લોકો મને રોલ ઓફર કરે છે.
9/9

તનુશ્રી દત્તા કહે છે ઓગસ્ટ, 2019 સુધી હું અમેરિકા જ સેટલ થઇ ગઇ હતી. હું મુંબઇ પાછી ફરું કે નહીં એ પણ નક્કી નહોતું, મને એક્ટિગનો શોખ છે જ તેથી હું મુંબઇ દોડી આવી. હવે મારી ફિલ્મો પણ ચાલુ થશે.
Published at : 19 Mar 2021 10:59 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
