શોધખોળ કરો
પંતનું આ હોટ એક્ટ્રેસ સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા, પહેલાં હાર્દિક પંડ્યા સાથે અફેરની ચાલી હતી વાતો...
1/7

નવી દિલ્હી: બોલીવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંત સાથે જોડાઈ રહ્યું છે. હવે અભિનેત્રીએ તેના પર મૌન તોડતા જવાબ આપ્યો છે.
2/7

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર 'આસ્ક મી' સેશન રાખ્યું હતું. ફેન્સે તેણે કહ્યું તેઓ કોઈપણ સવાલ કરી પૂછી શકે છે.
3/7

જેમાં એક ચાહકે સવાલ કર્યો હતો કે તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? જેના જવાબમાં ઉર્વશીએ કહ્યું હતું, 'હું ક્રિકેટ જોતી નથી. આથી હું એક પણ ક્રિકેટરને ઓળખતી નથી.' આ સાથે ઉર્વશીએ એમ પણ કહ્યું હતું, 'મારા મનમાં સચિન સર તથા વિરાટ સર માટે ઘણું જ સન્માન છે.'
4/7

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર બ્લોક કરી હોવાની ચર્ચા હતી. આ સિવાય ઉર્વશી રૌતેલાનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાઈ ચૂક્યું છે. બંનેમાંથી કોઈએ તેના વિશે વાત નથી કરી.
5/7

થોડા દિવસો પહેલા ઉર્વશી રૌતેલાએ વિરાટ કોહલી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે વિરાટ અને તેની મમ્મીની રસોઈ બનાવતી તસવીર શેર કરી હતી જે એક્ટ્રેસની માતાએ તેને મોકલી હતી.
6/7

તસવીર શેર કરતા ઉર્વશીએ લખ્યું હતું કે મિત્રો, મને તમારી મદદની જોઈએ છે. મારી માતા મીરા રૌતેલાએ મને આ તસવીર મોકલી છે મેસેજમાં. તમને શું લાગે છે તે મારી પાસે શું કરાવવા માંગે છે, આ મોકલવા પાછળનું કારણ શું હોઈ શકે છે.
7/7

વર્કફ્રંટની વાત કરવામાં આવે તો ઉર્વશી રૌતેલા થોડા સમયમાં એક્શન થ્રિલર ફિલ્મ ઈંસ્પેક્ટર અવિનાશમાં જોવા મળશે.
Published at : 02 Apr 2021 06:01 PM (IST)
આગળ જુઓ
Advertisement