શોધખોળ કરો
વર્ષ 2024માં અત્યાર સુધી આ છ સ્ટાર કપલની તૂટી જોડી, સાનિયા- ઇશા દેઓલ પણ સામેલ
Celebrities Breakup in 2024: વર્ષ 2024 શરૂ થયાને માત્ર 2 મહિના જ થયા છે. પરંતુ વર્ષની શરૂઆતમાં ઘણી સેલિબ્રિટીઓએ છૂટાછેડા લીધા અને ઘણા તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા.

ફોટોઃ ટ્વિટર
1/7

Celebrities Breakup in 2024: વર્ષ 2024 શરૂ થયાને માત્ર 2 મહિના જ થયા છે. પરંતુ વર્ષની શરૂઆતમાં ઘણી સેલિબ્રિટીઓએ છૂટાછેડા લીધા અને ઘણા તેમના પાર્ટનરથી અલગ થઈ ગયા.ભારતની કેટલીક મોટી હસ્તીઓ છે જેમના રિલેશનશીપની ખૂબ ચર્ચાઓ થઇ છે. પરંતુ હવે આ કપલ કાયમ માટે અલગ થઈ ગયું છે.
2/7

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ 2010માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો પણ છે અને બધા તેમને એક આદર્શ કપલ માનતા હતા પરંતુ વર્ષ 2024માં તેઓએ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો 20 જાન્યુઆરીએ સના જાવેદ સાથેની તસવીર શેર કરીને શોએબ મલિકે પુષ્ટી કરી હતી કે તે હવે સાનિયાથી અલગ થઈ ગયો છે. બાદમાં તેમના છૂટાછેડાના સમાચારની પુષ્ટી થઇ હતી
3/7

'ભાબીજી ઘર પર હૈં'ની લોકપ્રિય અભિનેત્રી શુભાંગી અત્રેએ થોડા સમય પહેલા તેના પતિ પીયૂષ પૂરેથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષે તેઓએ છૂટાછેડા લીધા અને અભિનેત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સને તેમના અલગ થવાના સમાચાર આપ્યા હતા
4/7

અભિનેત્રી દલજીત કૌરે વર્ષ 2022માં બિઝનેસમેન નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા પરંતુ તેમના અલગ થવાના સમાચાર 2024 ની શરૂઆતમાં આવ્યા હતા. અગાઉ દલજીતના એક્ટર શાલીન ભનૌટ સાથે છૂટાછેડા થઈ ગયા હતા.
5/7

નાયરા બેનર્જી અને નિશાંત મલકાનીઃ આ બંને 'રક્ષાબંધન'ના સેટ પર મળ્યા હતા. આ પછી નિશાંત બિગ બોસમાં આવ્યો અને નાયરા 'ખતરો કે ખિલાડી' જેવા રિયાલિટી શોમાં જોવા મળી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નિશાંતે કહ્યું કે અમે હવે પાર્ટનર નથી, અમે સારા મિત્રો છીએ.
6/7

અભિનેત્રી ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. તેમને બે દીકરીઓ છે પરંતુ 2024માં ઈશા અને ભરતના છૂટાછેડા થઈ ગયા
7/7

બિગ બોસના પૂર્વ સ્પર્ધકો એજાઝ ખાન અને પવિત્રા પુનિયા લાંબા સમયથી એકબીજાની સાથે હતા. પરંતુ 2024માં તેઓ પણ અલગ થઈ ગયા છે.
Published at : 22 Feb 2024 12:21 PM (IST)
આગળ જુઓ
Advertisement